આ વાતને કેટલી વ્યાજબી ગણવી? ભક્તિના ધામમાં યુવતીએ પોતાના બોયરફ્રેન્ડને પ્રપોઝ કર્યું તો લોકોએ… જુઓ વિડીયો
ભારતનું એક માત્ર એવું સ્થાન જ્યાં જીવનમાં એકવારતો દરેક વ્યક્તિ જવાની ઈચ્છા ધરાવતો હશે. આપણે જાણીએ છે કે,દેશભરમાંથી શ્રદ્ધાળુઓ કેદારનાથ, બદ્રીનાથ અને અન્ય તીર્થસ્થળોના દર્શન કરવા જાય છે. જેમાં કેદારનાથ મોટાભાગના લોકોનું અતિપ્રિય સ્થાન છે. કેદારનાથ એ આ ધરતી પરનું સ્વર્ગ છે, જ્યાં દર્શન માત્રથી શિવતત્વની અનુભૂતિ થાય છે.
હાલમાં જ કેદારનાથ મંદિર (kedarnath)પરિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કપલ જોવા મળી રહ્યું છે. યુવતીએ કેદારનાથ મંદિરની સામે એક પગે બેસીને યુવકને પ્રપોઝ (Proposal) કર્યું હતું.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ અનેક લોકો આ કપલના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે.
તમને આ વીડિયો અને આ કપલ વિશે વિગતવાર જણાવીએ તોવિશાખા નામની યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે.@ridergirlvishakha હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં વિશાખા તેના પાર્ટનર સાથે કેદારનાથની સામે ઉભી છે.વિશાખાએ પોતાના પ્રેમીને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું. આ વીડિયો ખૂબ જ પ્રેમાળ છે અને ઘણા લોકોને આ વીડિયો ખૂબ જ રોમાન્ટિક લાગી રહ્યો છે.
આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ સાચું થવા માટે ઘણું પ્લાનિંગ (મેચિંગ કપડાં, રિંગ સાઈઝ. ટ્રાવેલ પ્લાન)ની જરૂર પડી. કેદારનાથ મંદિરની સામે એક ઘૂંટણિયે બેસીને પૂછવા માટે હું મહિનાઓથી પ્લાનિંગ કરી રહી હતી. આ મંદિર સમુદ્ર સપાટીથી 11,750 ફૂટની ઉંચાઈ પર છે. આ જગ્યા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભોલેનાથના આશીર્વાદ છે. હું મારી ખુશી વ્યક્ત કરી શકતો નથી. સર્વત્ર શિવ’
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram video ) પર લાખો વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 23 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મહાદેવની સામે જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંથી એકની ઉજવણી કરવી પ્રશંસનીય છે. તેમને અનુભવવાનો પ્રયાસ કરો. વિશાખા હું તારી સાથે છું. ખરેખર આ વિડીયો તમેં એકવાર જોશો તો તમારું મન પણ ખુશ થઈ જશે.