દાહોદમાં પ્રેમી સાથે મળીને ખૂની ખેલ રચ્યો! 30 હજાર આપીને પતિની સોંપારી આપી…
પ્રેમ પ્રકરણનાં અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ
8 વર્ષના પ્રેમસંબંધનો કરૂણ અંત હોદના કઠલા ગામની યુવતીએ પ્રેમી સાથે મળી 30 હજારની સોપારી આપી, પતિનું લોકેશન લઇ રસ્તામાં જ હત્યા કરાવી. આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ તો, દાહોદ તાલુકાના કઠલા ગામની યુવતિએ પ્રેમી સાથે મળીને 4 માસ પહેલાં જ જેની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
વાત જાણે એમ છે કે, પતિએ 30 હજાર રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી નાખી હતી. આ ઘટનામાં હત્યામાં કઠલા, વડબારા અને ઇટાવા ગામના યુવાનોના નામ ખુલ્યા છે. મેઘનગરથી કઠલા આવતાં પતિનું લોકેશન મેળવીને યુવતિએ જ હત્યારાઓને આપ્યા બાદ અપહરણ કરીને ગળેટુંપો દઇને લાશ જંગલમાં ફેંકી દેવાઇ હતી. ઝાબુઆ પોલીસે હાલ યુવતિ અને તેના પ્રેમીની ધરપકડ કરીને ફરાર ત્રણ હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આરતીને કઠલા ગામના જ ગામના જ 22 વર્ષિય રોહિત ભારત રાજપુર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સબંધ હતો. લગ્ન બાદ રોહિત અને આરતી વચ્ચેનો સંપર્ક તુટી ગયો હતો પરંતુ દોઢ મહિના પહેલાં બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થતાં બંનેએ એક બીજા સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ પરંતુ લકી તેમાં આડખીલી રૂપ હતો. જેથી તેનો કાંટો કાઢવા માટે આરતી અને રોહિતે ગુનાઇત કાવતરાના ભાગ રૂપે કઠલા ગામના બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને લકીને મારી નાખવા માટે 30 હજાર રૂપિયાની સોપારી આપી હતી.
હત્યા કરનારા ત્રણ લોકોમાં એક રોહિતનો જુનો મિત્ર છે, બીજો તેના જ ડીજે ઉપર કામ કરતો કર્મચારી છે જ્યારે ત્રીજાનું કનેક્શન શોધવામાં આવી રહ્યું છે. આ ત્રણે યુવકો હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે. કાર અને લકીની બાઇકનો પણ હાલ સુધી કોઇ જ પત્તો મળ્યો નથી.લકીનો મૃતદેહ મળ્યા બાદ તેની આંખ ઉપર બાંધેલી પટ્ટી અને ગળે ટુંપો આપેલો ગમછો ઘટના સ્થળેથી મળ્યો હતો. પોલીસે પ્રથમ ઘરના નોકરની પુછપરછ કરી હતી પણ કોઇ કડી મળી ન હતી. આરતીની પુછપરછમાં તેની પર થોડી શંકા ગઇ હતી. પ્રેમ સબંધ વાળી વાત જાણવા મળતાં રોહિતને ઉચકતા તેના અને આરતીના નિવેદન જુદા પડ્યા હતાં. તપાસના અંતે બંને ભાગી પડતાં તેમણે જ સોપારી આપીને લકીની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો
