Gujarat

માનવ અને પક્ષીનો અતૂટ પ્રેમ! વ્યક્તિની અંતિમ ઘડીએ કબુતર તેને મળવા આવ્યું અને પછી જે કર્યું તે જોઈને સૌ કોઈ ચોકી ગયા ..

કહેવાય છે ને કે, આ જગતમાં દરેક જીવોને એક બીજા પ્રત્યે સાહાનુભૂતિ, પ્રેમ અને લાગણીઓ બંધાઈ એવી રીતે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ જગતમાં દરેક વ્યક્તિ કોઈના કોઈ રીતે દરેક જીવો સાથે જોડાયેલો જ હોય છે. આપણે એ વાત થી અજાણ ન હોવા જોઈએ કે, મૂંગા પશુ પક્ષીઓ અને પ્રાણીઓમાં લાગણીઓ ન હોય. વ્યક્તિ જ્યારે એ જીવ સાથે જોડાય છે અને દરરોજ તેની સાથે સમય પસાર કરે તો એ જીવ એની સાથે જ જોડાયેલ જ રહે છે.

આપને જાણીએ છે કે, ઘણા વ્યક્તિઓને પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે લગાવ હોય છે. જેટલો લગાવ માણસ ને હોય છે એટલો જ લગાવ પાછો એ પ્રાણી અને પક્ષી ને પણ હોય છે. આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશુ જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના દરેક માણસ માટે સમજવા જેવી અને વિચારવા જેવી બાબત છે. માણસ માણસનું ઋણ કદાચ ભૂલી પણ જાય પરતું પક્ષીઓ કે પ્રાણીઓ ક્યારેય નથી ભુલતા.

હાલમાં જ આવી ઘટનાં બની હતી કપડવંજ શહેરના ધોળીકુઇ વિસ્તારમાં! સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,સ્વ ગીરીશભાઈ મનહરભાઈ સોની ગત તા 09-03-2022 ના રોજ રાત્રીના 9.45 વાગ્યે મુત્યુ પામ્યા હતા અને આ જ દરમિયાન એક ખૂબ જ હદય સ્પર્શી ઘટના બની. વાત જાણે એમ છે કે, ગીરીશ ભાઈ સોની મરણ પામ્યા હતા તેને એક નિયમ હતો, કે રોજ સવારે ઊઠીને તેના આંગણે બહારના ભાગમાં રોજ સવારે કબૂતરને પહેલાં ચણ નાખવાનું, આ બાદ ચા પાણી કરતા હતા.

હવે વિચારો જે વ્યક્તિ નિત્ય એ કબૂતર સાથે સમય પસાર કરતા હોય એ વ્યક્તિની અંતિમ ઘડીએ જ્યારે ગીરીશભાઇ શ્વાસ છોડ્યો ત્યાર પછી રાત્રિના સમયે કબુતર ઘરની અંદર આવ્યું હતુ.તે સમયે ગીરીશભાઈ ની આજુ બાજુ તેમના પરિવારજનો બેઠા હતા તેમ છતાં એક કબૂતર ગીરીશભાઈ ની આજુબાજુ પ્રદક્ષિણા ફર્યું. તેમના નાક ઉપર ઘણા સમય સુધી બેસી રહ્યા થોડીવાર પછી તો એની જાતે જ ઘરમાંથી બહાર નીકળી એવા સ્થાન ઉપર જતું રહ્યું હતું.આ દ્રશ્ય ત્યાં રૂબરૂ જોનાર વ્યક્તિઓ ચકિત થઈ ગયા હતા.

આ દ્ર્શ્ય જ્યારે લોકો જોયું ત્યારે વિચાર આવી જાય કે, આજના સમયે પણ પક્ષી ને એવો ખ્યાલ આવે છે કે જે માણસ મને રોજ ચણ આપતો હતો તે માણસ આજે દુનિયા છોડીને જતો રહ્યો છે, તો તેની અંતિમ ઘડીએ મારે પણ તેને શ્રદ્ધાંજલિ આપવા જવું જોઈએ. ખરેખર આ પક્ષી અને માનવનો અતૂટ પ્રેમ છે. જીવનમાં આવી સેવા કરી હોય તો જીવન લેખે લાગે અને ભગવાન પણ આવા કાર્ય થી રાજી થાય. ખરેખર આ ઘટના ખૂબ જ હદય સર્પશી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!