માણસાઇ નું અનોખું ઉદાહરણ ! વિનામૂલ્યે છેલ્લા 35 વર્ષથી 500 થી વધુ લોકોને જમાડે છે આ ટ્રસ્ટ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા માનવીને ઘણી તાકાતો આપવામાં આવી છે. માનવીએ કુદરતની સૌથી અમૂલ્ય રચના છે. માનવી પાસે રહેલું મગજ અને તેનામાં રહેલી અપાર લાગણી માનવીને અન્ય કરતા જુદી બનાવે છે. કુદરત દ્વારા અમુક વ્યક્તિઓ ને સમૃદ્ધ કરવામાં આવ્યા છે અને તેમને વિશિષ્ટ આવડત અને શક્તિઓ પણ આપવામાં આવી છે. માનવી તરીકે આપણી સૌથી પહેલી અને પ્રાથમિક ફરજ અન્યની સેવા કરવાની છે.
પૃથ્વી પર જો કોઈ કામ સૌથી વધુ પુણ્ય આપનાર હોઈ તો તે અન્યની મદદ છે. જો કે લોકો વિચારે છે કે અન્યને મદદ કરવા માટે વધુ નાણાં કે સતા ની જરૂર પડે છે. જો કે આ બાબત એકદમ ખોટી છે, અન્યને મદદ કરવા માટે ફક્ત મદદવૃત્તિ અને સેવાની ભાવના હોવી જોઈએ. આપણે અહીં એવા જ વ્યક્તિઓ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની કામગીરી દ્વારા માનવતા ને મહેકાવી છે.
આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્યને જીવન જીવવા માટે સૌથી જરૂરી જો કોઈ વસ્તુ હોઈ તો તે પાણી અને ખોરાક છે. ખોરાક વગર માનવી જીવી શકતો નથી. તેવામાં ઘણા એવા પણ વ્યક્તિઓ હોઈ છે કે જેમને ખોરાક મળતો નથી. માટે આવા વ્યક્તિઓને ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરવી એ માનવી તરીકે આપણી ફરજ છે. મિત્રો આપણે અહીં પાટણ ની વાત કરવાની છે કે જ્યાં અમુક લોકો દ્વારા જે અન્ન રથ શરૂ કરવામાં આવ્યો હતો આજે તેમાં ઘણા લોકો સવાર થઇ ગયા છે.
જણાવી દઈએ કે અમદાવાદથી ટ્રેન મારફત જતા પાટણ છેલ્લું સ્ટેશન આવે માટે ઘણા માનસિક અસ્થિર લોકો વિવિધ સ્થળોથી ટ્રેનમાં ચડી જાય છે અને પાટણ છેલ્લું સ્ટેશન હોવાથી ત્યાં ઉતારી જાય છે. જોત જોતામાં પાટણ સ્ટેશન પાસે આવા માનસિક અસ્થિર લોકોની સંખ્યા વધવા લાગી તેવામાં અમુક સારા અને માનવીય માણસો ને આ લોકોના જમવા અંગે ચિંતા થઇ.
માટે તેમણે માનસિક રીતે અસ્થિર લોકોને ભોજન જમાડવા અંગે વિચાર્યું આ કાર્યમાં ઉમેશ ભાઈ આચાર્ય, પાઠક સાહેબ અને તેમના સહયોગીઓ ઉપરાંત યુવાનો જેવાકે યતીન ગાંધી અને દિલીપ સુખડયા પણ આ નેક કાર્યમાં જોડાયા શરૂઆત માં માનસિક અસ્થિર લોકોને ભોજન આપવાની શરૂઆત કરવાના હેતુથી આ લોકો દ્વારા પોતાના ઘરેથી જ ભોજન ની વ્યસ્થા કરવામાં આવી જે બાદ માનસિક અસ્થિર ઉપરાંત ગરીબ, વીંધાવ અને જરૂરિયાતમંદ લોકોને પણ આ સંસ્થા જમાડવા લાગી.
આ કાર્ય માટે એક ટ્રસ્ટ ની સ્થપના કરવામાં આવી જેને ” રામ રહીમ ” એવું નામ આપવામાં આવ્યું જણાવી દઈએ કે આ ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી સતત લોકોની ભૂખ સંતોષી રહ્યું છે અને હાલમાં તેઓ 500 કરતા વધુ લોકોને ભોજન આપી રહ્યા છે. ઉપરાંત તેઓ ગુપ્ત ટિફિન સેવા પણ ચલાવી રહ્યા છે કે જેથી આ બાબત ને લઈને લાભાર્થી ના નામ અંગે કોઈને પણ જાણ ન થઇ સાથો સાથ ટ્રસ્ટ દ્વારા શહેર ના વિવિધ વિસ્તરો દ્વારા રીક્ષા મારફતે પણ જમવાનું આપવામાં આવે છે. જો તમે પણ આ નેક કામમાં ભાગીદાર બનવા માંગો છો અને જરૂરિયાતમંદ લોકોની યથા શક્તિ મદદ કરવા માંગો છો તો સંપર્ક કરો…રામ રહીમ ટ્રસ્ટ, પાટણ : 7046806702
