હની ટ્રેપ મામલે નવો વળાંકઃ એક્ટ્રેસ યશ્વી પટેલે પણ ફરિયાદ કરી અને જીગ્નેશ પટેલ વિશે કીધુ કે..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, એપ્રિલ મહિનામાં એક ગુજરાતી અભિનેત્રી પર છેતરામણી કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના અંગે જાણીએ તો હવે આ કેસના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ આપણે જાણીએ છે કે, અરવલ્લીનાં ધનસુરા ગામના યુવકને ફેસબુક દ્વારા યશ્વી પટેલ સાથે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ અભિનેત્રી એ તેની સાથે પ્રેમનું નાટક કરીને રૂ.7 લાખ પડાવી લેતા તેને હિંમતભેર સાથે અભિનેત્રી સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે હાલમાં જ આ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. જે રિતે યુવાને પોલીસને ફરિયાદ નોંધાવી બસ એવી જ રીતે અભિનેત્રી પણ યુવક સામે ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતી એ યુવક પર આરોપ લગાડતા જણાવ્યું હતું કે, મારી માતાની સારવાર માટે મેં ઉછીના પૈસા લીધા હતા. જે રૂપિયાની કડક ઉઘરાણી કરી યુવક બદનામ કરવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
હવે અભિનેત્રી યશ્વી પટેલે યુવક સહિત 3 લોકો સામે ધનસુરા પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાવી છેં. ખાસ જીગ્નેશ પટેલ કડકરીતે ઉઘરાણી કરી રહ્યો છે. એટલું જ નહિ 3 આરોપીઓએ ત્રણ જ દિવસમાં પૈસા પરત કરવા ધમકી આપી હોવાની પણ રાવ ઉઠાવી છે. આ યુવાનોએ રૂપિયાની કડક ઉઘરાણી ચાલુ રાખી યશ્વી પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની પણ ચીમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
આ ઘટના થી સમગ્ર મામલે ધનસુરા પોલીસ અભિનેત્રી યશ્વી પટેલની ફરિયાદને લઈને ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ જાણવા મળી શકે છે કે, આખરે આ કેસમાં આરોપી કોણ છે, યુવતી કે યુવાન. આ ઘટના દરેક યુવાન માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે કારણ કે આવી રીતે ઓનલાઈન પ્રેમ જે મિત્રતા ભારે પડી શકે છે.
