પતિ-સંતાનોને છોડી પરિણિતા અમદાવાદના યુવક સાથે મંદિર મા લગ્ન કરવા પહોંચી પરંતુ તેની સાથે એવો કાંડ થયો કે જાણી ને આંખો ફાટી જશે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસે કે દિવસે પ્રેમ પ્રકરણને લઈને અનેક બનાવો બનતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ સાથે મિત્રતા કરવી હાલમાં જોખમી બની શકે છે, ત્યારે હાલમાં જ સંતરામપુરમાં રહેતી એક પરિણિતા વિવિધ સોશિયલ મીડિયા દ્વારા દરમિયાન પરિણિતાનો સંપર્ક અમદાવાદના યુવક સાથે થયો હતો. હવે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. પ્રેમ સંબંધના થોડા સમય બાદ યુવકે પરિણિતાને લગ્ન કરવા માટે અમદાવાદ બોલાવી હતી.
પ્રેમી યુવક પરિણિતાને લગ્ન માટે મંદિરે પણ લઈ ગયો. ત્યાં પહોંચીને પ્રેમીએ જે ખેલ કર્યો એનાથી પરિણિતા પડી ભાંગી હતી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો. યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા અને તે તેના પતિ તથા સંતાનો સાથે રહેતી હતી અને સોશિયલ મીડિયાના ઉપયોગ દરમિયાન તે કેટલાંક યુવકો સાથે વાતચીત કરી હતી.
ઓનલાઈન ચેટિંગ દરમિયાન એક દિવસે યુવતીનો સંપર્ક અમદાવાદમાં રહેતા એક યુવક સાથે થયો હતો અને પ્રેમ થઈ જતા પોતાના પતિ અને સંતાનોને તરછોડીને યુવક સાથે લગ્ન કરવા તૈયાર હતી.લગ્ન કરવા માટે અમદાવાદ આવી અને તે તેને મંદિરે લઈ ગયો હતો. મંદિરે પહોંચ્યા પછી યુવકે એવું કહ્યું કે, મારે થોડું કામ છે તો તારો મોબાઈલ આપને.
યુવતીએ પોતાનો મોબાઈલ આપતા યુવક તે લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બે દિવસ સુધી કવિતાએ મંદિરે યુવકની રાહ જોઈ પણ આવ્યો નહીં. આખરે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.એ પછી એક જાગ્રૃત નાગરિક આ જોઈ ગયો અને તેણે 181ની ટીમને ફોન કર્યો અને ટીમે પરિણિતાને હેમખેમ સગાને ત્યાં પહોંચાડી હતી. આ ઘટના પરથી એ શીખવા મળે છે કે, ક્યારેય પણ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને અજાણી વ્યક્તિને ક્યારેય મળવા ન જવું જોઈએ.
