Gujarat

વડોદરાનો વિચિત્ર કિસ્સો!લગ્ન બાદ પતિ ન્હોતો બાંધતો શારિરીક સંબંધ, હનીમૂનમાં પતિની હકીકતની જાણ થતાં પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ

લગ્ન સંબંધમાં અનેકવાર એવી છેતરામણી થતી હોય છે, જેનાં લીધે એકી સાથે બે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જતું હોય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીએ એ જ પોતાનાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તમને આ ઘટનામાં જાણીને નવાઈ લાગશે કે, યુવતી એ ફરિયાદમાં જણાવેક કે, તેનો શારીરિક સંબંધ બાંધવા માટે અસક્ષમ હોવા છતાં તેની સાથે લગ્ન કર્યા હતા.

આ ઘટનામાં ચોંકાવનાર વાત એ છે કે, લગ્ન કર્યાના આઠ મહિના બાદ પણ બંને વચ્ચે શરીર સંબંધ નથી બંધાયા અને પતિ કેનેડા જતો રહ્યો છે. સૌથી દુઃખદ વાત એ હતી કે, પતિની ગેરહાજરીમાં સાસરિયાં તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પીડિત યુવતીનાં લગ્ન ડિસેમ્બર 2021માં મુંબઇના કાંદીવલીમાં રહેતા આયુષ સાથે થયા હતા.

લગ્નમાં સાસરિયાંઓને કહેવાથી 25 તોલા સોનું અને પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય વસ્તુઓ આપી હતી. લગ્નની રાત્રે વડોદરાની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જો કે પરણ્યાની પ્રથમ રાત્રે જ પતિ થાકી ગયો છું તેમ કહીને ઉંઘી ગયો હતો.લગ્ન બાદ પછી યુવતી પતિ સાથે સાસરી મુંબઇમાં ગઇ હતી. જ્યાં પાંચ દિવસ સુધી પતિ કોઇને કોઇ કારણસર રાત્રે ચાર વાગ્યા આસપાસ તેના રૂમમાં આવતો અને ઉંઘી જતો.

થોડા દિવસ બાદ તેઓ માલદિવ ખાતે હનીમૂન માટે ગયા હતા. જ્યાં પણ બે દિવસ સુધી પતિ રાત્રે ઉંધી જતો, જેથી પત્નીએ સામેથી શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કરતા પતિએ ઝઘડો કર્યો હતો. તે શરીર સંબંધ બાંધવા માટે અસક્ષમ અને તેણે પતિને ડોક્ટર પાસે જવા જાણાવ્યું હતું. પરંતુ પતિ આ વાતને લઇને ઝઘડો કરી પ્રિયા (નામ ભદલાવેલુ) સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. તેમજ જો તે આ અંગે કોઇને જાણ કરશે તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.

લગ્નના થોડા મહિના બાદ પતિ આયુષ કેનેડા ગયો હતો. જેથી પ્રિયાને પણ કેનેડા જવાની પ્રોસેસ માટે ખર્ચ પેટે પાંચ લાખ રૂપિયા તેની સાસરીમાંથી લાવીને આપવા પડ્યા હતા. છતાં પણ તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આજ કારણે તેને આયુષની માતાને આ વાત જણાવીએ ટોબયેને આયુશ આત્મહત્યા કરી લેશે એવી ધમકીઓ આપી. જેથી પ્રિયા મહિનાઓ સુધી આ બધું સહન કરતી રહી અને આખરે પીડિત યુવતીએ આ સમગ્ર મામલે જે.પી.પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે તેમજ તેમાં જણાવ્યું છે કે લગ્નના દસ મહિના થવા આવ્યા પણ પતિ સાથે તેના ક્યારેય શરીર સંબંધ રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!