ભવ ભવ નો સાથ ! 77 વર્ષિય પતિના નિધનના 5 કલાકમાં 75 વર્ષિય પત્નીનો પણ દેહત્યાગ
સમય ક્યારે કેવા દિવસો દેખાડે એ કોઈ નથી જાણતું. કહેવાય છે ને કે, જીવનમાં લગ્ન એ સૌથી ઉત્તમ પ્રસંગ છે કારણ કે આ દિવસે બે અજાણ્યા વ્યક્તિઓ જીવન ભરના સગાંથી બને છે. તેમની સાથે ને પરિવારનો સંબંધ પણ બંધાય છે. અગ્નિના સાક્ષી એ સાથે ફેરા લઈને બંને સાથે જીવવાના અને મરવાના વચનો લીધા હોય છે. સુખ દુઃખમાં ભાગીદાર બનવાના અને જીવનની દરેક પરિસ્થિતિઓનો એક સાથે સમાનો કરવા માટેના સોંગડ લીધા હોય છે.
ત્યારે જીવનની અંતિમ ઘડીએ પણ એ સાત વચનોને જરૂર થી પાડે છે. હાલમાં જ એક એવી ઘટના બની કે, ભવ ભવ નો સાથ આપનાર બે દંપતીઓ એ એક સાથે જ જીવન ટૂંકાવ્યું. વાત જાણે એમ છે કે, 77 વર્ષિય પતિના નિધનના 5 કલાકમાં 75 વર્ષિય પત્નીનો પણ દેહત્યાગ કર્યો. ખરેખર આ ઘટના હદયસ્પર્શી છે જીવનમાં આવું ક્યારેક જ જોવા મળતું હોય છે. ઘડપણમાં એકબીજાનો સાથ જ જીવન જીવવાનું કારણ બને છે.
આ ઘટના વિશે વધુ જાણીએ તો, ગરબાડા તાલુકાના ગાંગરડીમાં 52 વર્ષનું દાંપત્ય જીવન એક સાથે જીવનાર દંપતિએ સાથે મૃત્યુના દ્વારે પોહચ્યાં. વાત જાણે એમ છે કે, પતિના નિધન બાદ માત્ર પાંચ જ કલાકમાં પત્નીએ પણ શ્વાશ છોડી દેતાં બંનેની અંતિમ યાત્રા તો એક સાથે કાઢવામાં આવી અને તેમનો અગ્નિદાહ પણ એક જ ચિતા ઉપર કરાયો હતો.દિવ્યભાસ્કમાં મળેલા અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું.
ગાંગરડી ગામમાં રહેતા 77 વર્ષિય મનુભાઇ રૂપાભાઇ પંચાલ અને 75 વર્ષિય ભાનુબેન પંચાલે એક સાથે દાંપત્ય જીવનના 52 વર્ષ રાજીખુશીથી કાઢી નાખ્યા હતાં.ઘડપણ ને આરે આવતા જ બંનેને શ્વાશની તકલીફ રહેતી હતી. મનુભાઇને શ્વાશની તકલીફ માટે જ માત્ર બતાવવા લઇ જવાતાં તેઓને ત્યાં દવાખાને દાખલ કરી લેવાયા હતાં. જ્યારે ભાનુબેનની પણ તબિયત ખરાબ થતાં તેમને દાહોદના દવાખાને દાખલ કરાયા હતાં.
ગત રાત્રે એક વાગ્યે મનુભાઇનું નિધન થઇ ગયું હતું.આ ઘટનાની જાણ ભાનુબેનને કરાઇ ન હતી પરંતુ તેમને તબીબે રજા આપી દીધી હોવાનું કહીને ઘરે લઇ જવાઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં પાંચ વાગ્યાના અરસામાં તેમનું પણ નિધન થઇ જતાં એક સાથે બે વડિલ ગુમાવતાં પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું.