India

વિધાતા એ કેવા લેખ લખ્યા! હજી મહેંદી નો રંગ ગયો નતો ત્યા પતિ પત્ની બંને ના કમકમાટીભર્યા મોત થયા ! ઘટના જાણી આંખ…

હાલમાં રોડ અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, લગ્નના માત્ર હજુ 20 દિવસ થયા હતા અને નવદંપતિનું રોડ અકસ્માતમાં દુઃખદ નિધન થઈ ગયું. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઘટના કંઈ રીતે બની તેના વિશે વિગતવાર જાણીએ.

દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,O
પતિ પત્નીને બંને બહેનના ઘરે યોજાયેલ પ્રસંગમાં હાજરી આપવા માટે ચાડર મદરુપ ગામે જઈ રહ્યા હતા. આ દુઃખદ ઘટના એ દરમિયાન જ બની. ગામ નજીક સામેથી આવતી બોલેરોએ બંને અડફેટે લઇ લીધેલ અને બંનેનું ઘટના સ્થળે જ મુત્યુ થયું. આ ઘટનાની જાણ પોલીસને થતા મૃતદેહને રામસર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવેલ.

આ ઘટના બાડમેર જિલ્લાના સેતરૌ ગામમાં રાત્રે 9 વાગ્યે બની હતી. રામસર ગામમાં રહેતા દિનેશના લગ્ન 10 મેના રોજ સુશીલા સાથે થયા હતા. યુવતીના હાથની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો કે આ અકસ્માત થયો. પોલીસના જણાવ્યા અનુસાર, રામસર ગામના રહેવાસી અમરારામ ગર્ગનો પુત્ર દિનેશ કુમાર (22) પત્ની સુશીલા (20) સાથે બહેનના ઘરે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા બાઇક પર જઈ રહ્યા હતા.

સેત્રાળ ગામ પાસે સામેથી આવતી બોલેરોએ બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને લગભગ 20 ફૂટ સુધી હવામાં ઉછળીને દૂર દૂર સુધી પડ્યા હતા. પતિ દિનેશ રોડ પર પડ્યો હતો અને પત્ની સુશીલા રોડ પરથી દૂર પડી હતી. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ બોલેરોની ટક્કરથી બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.બાઇક અને બોલેરો જપ્ત કરવામાં આવી છે અને તેને પોલીસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવી છે. પોલીસને હજુ સુધી રિપોર્ટ મળ્યો નથી. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પરિવાર ખેતી પણ કરે છે અને ગામમાં કરિયાણાની દુકાન પણ છે. સુશીલા બી.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. દિનેશ Jio કંપનીમાં સુપરવાઈઝર હતો. પરિવારમાં દિનેશ સહિત ત્રણ ભાઈ અને ત્રણ બહેનો છે. દિનેશ સૌથી નાનો હતો. સુશીલા બાડમેરની રહેવાસી છે. હાલમાં તો પરિવારમાં જાને દુઃખના પહાડો તૂટી પડ્યા હોય એવી હાલત છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!