Gujarat

રાજ્યમાં 2020 બેચના 6 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કઇ જગ્યાએ ટ્રાન્સફર કરાયા?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાત પોલીસ વિભાગ અને  કલેકટરો તેમજ મામતલદારોની બદલીઓ અને બઢતીનો દોર શરૂ થયો હતો. ફરી એકવાર નવી સરકાર બનતાની સાથે જ આઈએએસ અધિકારીઓને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સૂત્ર  દ્વારા જાણવા મળ્યું છે કે,  નવી સરકારની રચના બાદ તાત્કાલિક જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરી છે.

આ બે જ્ગ્યાઓને ભરવા માટે અનુભવી અને નિષ્ણાત એવા
બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરવામાં આવી છે. મીડિયા ધ્વારા મળેલ માહિતી મૂજબ  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના  મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ  ડૉ. હસમુખ અઢિયાની તેમજ  સલાહકાર તરીકે એસ.એસ”>એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે.

સૌથી ખાસ વાત એ છે કે, આ નવી સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અગ્ર સચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનને એક વર્ષનું એક્સટેન્શન અપાયું છે. આ સિવાય ગૃહવિભાગ ધ્વારા છ IAS અધીકારીઓની બદલીના ઓર્ડર પણ કાઢ્યા છે અને સાથોસાથ નવી જવાબદારી પણ સોંપવામાં આવી છે. તમામ 6 IASઓફિસરની બદલી કરીને તેમને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

IAS.ઓફિસરોની ક્યાં બદલી કરવામાં આવી છે, તેના અંગે વિગતવાર જાણીએ તો  સચિવાલયમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવનાર કુમારી કંચનની વિરમગામના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા નાતિશા માથુરને પાલિતાણાના આસિસ્ટન્ટ કલેક્ટર બનાવવામાં આવ્યાં છે. જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ઉપસચિવ તરીકે કાર્યરત યુવરાજ સિદ્ધાર્થની પાલિતાણાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં ઉપસચિવ તરીકે પોતાની ફરજ બજાવતા જયંત કિશોર માંકલેની મદદનીશ કલેક્ટર હિંમતનગર તરીકે બદલી કરવામાં આવી છે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવ કુમારી દેવાહૂતીને ગોંડલના મદદનીશ કલેકટર બનાવવામાં આવ્યાં છે અને  રેવેન્યુ વિભાગના ઉપસચિવ યોગેશ શિવકુમાર કપાશેની ડભોઈના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  હવે આગામી સમયમાં પણ અન્ય વિભાગના અધિકારીઓને લઈને મહ્ત્વના નિર્ણય લઇ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!