આ દબંગ IAS ધડાધડ ચુકાદા આપી ને એવી કામગીરી કરી રહ્યા છે કે ચારે કોર વખાણ થય રહયા છે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક એવા આઈ.એ.એસ ઓફિસર વિશે જાણીએ છે જે પોતાના કાર્ય માટે ખૂબ જ જાણીતા હોય છે અને જરૂર નથી એવા ઘણાય વ્યક્તિ હોય છે જેઓ પોતાની આપમેળે અને પોતાનું સપનું પૂરું કરવા માટે અથાગ પરિશ્રમ થકી તે જીવનમાં આગળ વધતા હોય છે. ત્યારે ખરેખર આજે અમે આપને એક એવા અધિકાર વિશે માહિતગાર કરીશું જેના વિશે જાણીને ચોંકી જશો. કારણ કે,આ દબંગ IAS ધડાધડ ચુકાદા આપી ને એવી કામગીરી કરી રહ્યા છે કે ચારે કોર વખાણ થય રહયા છે.
તમે સૌ કોઈ નાયક ફિલ્મ તો જોઈ જ હશે જેમાં એક દિવસના સી.એમ બનીને જે લોકોના કાર્ય કરે છે એવી જ રીતે શિવાજી ધ બોસ ફિલ્મ રજનીકાંત તાત્કાલિક લોકોના કામ કરે છે એવી જ રીતે પોતાના કાર્ય કરે છે. ત્યારે હાલમાં એક એવા ઓફીસર સામે આવ્યા છે જેઓ લોકો ની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ગામે ગામ જઈને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે છે.
આજના સમયમાં લોકો ને પોતાની સમસ્યાઓ નું નિવારણ લાવવા માટે ઓફિસર પાસે જવું પડતું હોય છે, પરતું હાલમાં જ બન્યું એવું કે,ઉત્તર પ્રદેશના એક IAS ઓફિસરની કામગીરી લોકોનું દિલ જીતી લીધું. આ IAS ઓફિસર પ્રેમ પ્રકાશ મીણા હાલના દિવસોમાં ચંદોલીમાં જોઇન્ટ મજિસ્ટ્રેટ તૈનાત છે અને ન્યાય તમારે દ્વાર પહેલ ચલાવી રહ્યા છે.
આ પહેલા દ્વારા તેઓ ગામે જઇ સંપત્તિ વિવાદ, અતિક્રમણ સહિત અનેક સમસ્યાઓનું સમાધાન કરે છે.તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે કે, તેઓ રાજસ્થાનથી લઇ અલવર જિલ્લાના રહેનારા IAS ઓફિસર પ્રેમ પક્રાશ મીણા જયપુરથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ છે મહત્વની વાત એ છે કે,IIT બોમ્બેથી એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમણે લગભગ એક દશકા સુધી આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ કંપનીઓમાં પણ કામ કર્યું છે.
2015માં તેઓ પાછા ફર્યા અને UPSCની તૈયારીઓ શરૂ કરી. અથાગ પરિશ્રમ થકી તેમને UPSCમાં 900મો રેન્ક મેળવ્યો. ત્યાર પછી બીજી ટ્રાયલ કરી અને 102મો રેન્ક હાંસલ કર્યો. તેમને ઉત્તર પ્રદેશ કેડર આપવામાં આવ્યું. ગામમાં એક પ્રોબેશનર તરીકે તેમણે પોતાની તાલીમ પૂરી કરી. પછી તેમની પોસ્ટિંગ હાથરસમાં SDM તરીકે થઇ.
ટ્વિટર દ્વારા આ પહેલની જાણ થઈ હતી કે, ન્યાય પહેલ દ્વારા અનેક લોકોની સમસ્યાઓનું નિવારણ થયું છે. અત્યાર સુધીમાં 800 વિવાદનો ઉકેલ લાવી ચૂક્યા છે. યૂટ્યૂબ દ્વારા પણ તેમણે 2020માં ગ્રામ પંચાયતો, અતિક્રમણ વાળી જગ્યાઓનું નિરીક્ષણ અને સંપત્તિ વિવાદોના ઉકેલને લઇ વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને તેઓ આજે વિડીયોના માધ્યમ થી એક સેવા કાર્ય પૂરું પાડી રહ્યા છે.
