પંચરનું કામ કરનાર યુવક બન્યો IAS ઓફિસર! જીવનમાં ખરાબ દિવસો પસાર કરીને સફળતા મેળવી.
સપના હંમેશા પુરા થાય છે અને સપના ગરીબના જ હકીકતમાં પરિવર્તન પામે છે જ્યારે અતૂટ આત્મવિશ્વાસ અને અને દ્રઢ સંકલ્પ હોય. આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ ની જેમને ખૂબ જ ખરાબ દિવસો જોયા પરતું આજે જીવમમાં તેમને અથાગ પરિશ્રમ થી જે સફળતા મેળવી છે તે ખૂબ જ સરહાનીય છે. અમે આપને જણવીશું એક એવા વ્યક્તિની કહાની જેને સાંભળી ને આંખમાંથી આંસુ આવશે.
વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના એક નાના શહેર બોઇસરમાં વસવાટ કરતાં વરુણ બરવાલાએ આજે અનેક લોકો માટે પ્રેરણાદાયક છે. તેઓ નાનપણમાં સાઈકલના પંચર કરતા અને આજે આઈએએસ ઓફિસર છે. વરુણે તનતોડ મહેનત કરીને 2013માં યુપીએસસીની પરીક્ષામાં 32મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પિતાનું મોત તથા બાળપણમાં વધુ ગરીબી જોઈને આ સફળતા મેળવી છે.
.તમને જાણીને આશ્ચર્ય થશે કે, વરુણે 10મું પાસ કર્યા પછી સાઇકલની દુકાનમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. વરુણે 2006માં 10માં પરીક્ષા પાસ કર્યા પાછું તેના ત્રણ દિવસ પછી જ તેના પિતાનું દેહાંત થયું હતું. પિતાનું મૃત્યુ થતા ઘરની સમગ્ર જવાબદારી વરુણ પણ આવી ગઈ હતી. પણ નસીબમાં કઈક બીજું જ લખ્યું હતું જયારે 10 ટોપ થયોપણ ઘરની જવાદારીનું શું?
રુણને 11 તથા 12મું ધોરણ જિંદગીના સૌથી વધુ પીડા જનક રહ્યા હતા. વરુણ સવારે 6 વાગ્યે સ્કૂલ જતો હતો. સ્કૂલથી પરત આવ્યા પછી 2થી રાતે 19 વાગ્યા સુધી ટ્યુશન જતો હતો. ત્યારપછી દુકાનનો હિસાબ કરતો હતો.તમને જાણીને નવાઈ લાગશે કે, તેને ભણતર પાછળ હજુ સુધી એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી કર્યો. દરરોજ કોઈને કોઈ તેના પુસ્તક, ફોર્મસ તથા ફીસ ભરી આપતું હતું.
વરુણનું શરૂઆતની ફી તેના પિતાનો ઈલાજ કરનાર ડોકટરે ભરી દીધી હતી અને વરુણના ઘરની પરીસ્થિતિ જોઈને એક શિક્ષકે તેના 11 અને 12 ધોરણની ફી ભરી દીધી હતી. આ રીતે તેને શાળાની ભણતર પૂર્ણ કરી લીધું હતું. વરુણે એન્જીનીયરીગની પરીક્ષા પાસ કરી લીધી હતી. વરુણની માટે પહેલા વર્ષની 1 લાખ રૂપિયા ફી ભારે શ્રમ બાદ ભરી હતી.આ સમયે વરુણના મિત્રો તેને પૈસાની ખૂબ મદદ કરતા હતા. કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે એવી જ રીતે તેમના જીવનમાં અનેક બનાવ એવા બન્યા જે હિંમત હરાવી દે પણ તેમનું મન અડગ હતું.
એન્જીનીયરીંગ પાસ થતા કંપનીમાં પ્લેસમેન્ટ પણ થયું હતું, સિવિલ પરીક્ષા માટે મન મક્કમ બનાવી લીધું હતુ અને તેની તૈયારી કેમ કરવી તેની કોઈ જ ખબર ના હતી ત્યારે તેના ભાઈએ તેની સંપૂર્ણ મદ કરી હતી અને યુપીએસસીમાં 32મો રેન્ક મેળવ્યો ખરેખર આ એક ગર્વ લેવા જેવી વાત કહેવાય. જિવનમાં ભગવાન તમને દુઃખ આપે તો તેનો હસતા મોંઢે સ્વીકાર કરો પરતું ક્યારેય હિંમત ન હારો. આ યુવાને અથાગ પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આજે ઓફીસ છે અને પરિવાર તેના પર ગર્વ છે.
