પિતા પેટ્રોલ પંપ કામ કરે છે અને દીકરા એ પહેલા જ પ્રયાસે પાસ કરી UPSC ની પરીક્ષા ! હવે બનશે…
આજના સમયમાં યુવાપેઢી પોતાનું જીવન સફળ બનાવવા ને બદલે બીજા ગેરમાર્ગે દોરાય રહ્યા છે પણ કહેવાય છે ને કે, વટવૃક્ષના તમામ ટેટા ખરાબ નથી હોતા એમ એવા ઘણા યુવાનો છે જે અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી બને છે. ચાલો ત્યારે આજે અમે આપને એક એવા યુવાન વિશે જણાવીશું, જેના જીવન વિશે જાણીને તમને પણ ગર્વ થશે. વાત જાણે એમ છે કે, યુવાનના પિતા પેટ્રોલ પંપ કામ કરે છે અને દીકરા એ પહેલા જ પ્રયાસે પાસ કરી UPSC ની પરીક્ષા ! હવે તેનું જે સ્વપમ છે, જાણીને તમે પણ આશ્ચય પામી જશો.
આ યુવાનનું નામ પ્રદીપ સિંહ છે અને તે મૂળ બિહારનો છે પરંતુ તેનો પરિવાર ઈન્દોરમાં રહે છે. તેને અભ્યાસ પણ ઇન્ડોરમાં જ કરેલ અને ધો 12 પછી તે UPSC ની તૈયારી માટે દિલ્હી આવવા માંગતો હતો. પરંતુ પરિવારની હાલત સારી ન હતી. તેના પિતા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. ઘરની પરિસ્થિતિ ઍટલી સારી નાં હતી કે દિલ્હી મોકલી શકે પણ કહેવાય છે ને કે માતા પિતા પોતાની જાતને વેચીને પણ સંતાનોની ઈચ્છા અને સપના પુરા કરે છે.
પ્રદીપનાં પિતાને વિશ્વાસ હતો કે તેમનો દીકરો સરળતાથી UPSC ની પરીક્ષા આપી શકે છે અને તેના માટે તેને સારા કોચિંગની જરૂર છે. પછી શું હતું પ્રદીપના પિતાએ પૈસાની વ્યવસ્થા કરવા માટે પોતાનું ઘર વેચી દીધું. જે બાદ પ્રદીપ દિલ્હી આવ્યો અને કોચિંગ લેવાનું શરૂ કર્યું.પ્રદીપ સિંહે વર્ષ 2018 માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી અને અખિલ ભારતમાં 93 મું સ્થાન મેળવ્યું.
બનાવ એવો બન્યો કે, તેની IAS માટે પસંદગી થઈ ન હતી. 96 ના રેન્કને કારણે પ્રદીપને એપોઇન્ટમેન્ટ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) નું પદ મળ્યું. પ્રદીપ સિંહના જણાવ્યા અનુસાર, UPSC વર્ષ 2018 માં પાસ થઈ ગયું. પરંતુ IAS ની પાછળ માત્ર એક જ ક્રમ બાકી રહ્યો હતો. તેની પાસે આઈપીએસ બનવાનો વિકલ્પ પણ હતો એટલે જ પ્રદીપ સિંહ વર્ષ 2020 માં UPSC પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બન્યો અને ઓલ ઇન્ડિયામાં 26મો ક્રમ આવ્યો. આજે એક IAS અધિકારી તરીકે તેઓ દેશને તેમની સેવા આપી રહ્યા છે.