ભારે કરી હો, સાવજ માર્ગ વચ્ચે આવ્યો તો યુવક પીઠ બતાવી ભાગવા લાગ્યો પછી સાવજે જે કર્યું… જુઓ વિડીયો
ગુજરાતનું નામ પડતા જ ગુજરાતના સાવજને યાદ કરવા જ પડે કારણ કે એશિયામાં એક માત્ર ગુજરાત એવું છે, જેના ખોળે સિંહનો વસવાટ છે. ગાંડી ગીર અને તેની આસપાસમાં સિંહોં વાસ કરે છે. આ સિંહને નિહાળવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે પરંતુ ગાંડી ગીરની આસપાસ રહેતા લોકોને તો સિંહના દર્શન ગમે ત્યારે થઇ શકાય છે. જંગલનો રાજા તો અણધાર્યો સામે આવી જાય તો ભલભલાના પરસેવા છૂટી જાય. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો કે, જો આપણી સામે આવી રીતે સિંહ આવી જાય તો શું થાય?
ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ગુજરાતી અખબાર આ વિડીયોની પુષ્ટિ નથી. આ વિડીયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલો છે અને આ વિડીયો અત્યાર સુધીમાં અનેક લોકોએ જોયો છે અને સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે શું ઘટના ઘટી છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે ગામની ગલીમાંથી એક ટ્રેકટર પસાર થઇ રહ્યું છે, ત્યારે જ ગલીની પાળી પર એક સિંહ આવી ચડે છે. આ સિંહ અચનાક જ સામે આવી જતા, ટ્રેકટરમાં સવાર લોકો ડરના કારણે બુમાબુમ કરે છે, વિડીયોના અંતમાં તમે જોઈ શકશો કે સિંહ ટ્રેકટરની પાછળ જવાને બદલે પોતાનો રસ્તો બદલી નાંખે છે. આ વિડીયો જોઈને કોઈના પણ શ્વાસ અઘ્ધર ચડી જાય.
આ વિડીયો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, લોકો આ વિડીયોમાં પોતાના અનુભવો અને મંતવ્યો પણ જણાવી રહ્યા છે. ખરેખર ગાંડી ગીરના વસતા લોકો ખરેખર ભાગ્યશાળી છે કે તેમને સિંહના દર્શન આ રીતે થઇ જાય છે કારણ કે લોકો પૈસા ખર્ચે છે તો પણ ભાગ્યે જ સિંહ જોવા મળતા હોય છે, ત્યારે આ વિડીયો સાબિત કરે છે કે, સિંહ તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ ભેળો થઇ જાય
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.