અમદાવાદ જાવ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહિ , સ્થળો એવા કે તમને ઘરે જવાનું મન નહી થાય…જુઓ
અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું શહેર, તેના સમૃદ્ધ ઇતિહાસ, રંગબેરંગી સંસ્કૃતિ અને અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે. અહીં ફરવા લાયક સ્થળોની કોઈ અછત નથી, દરેક પ્રવાસીને મોહિત કરે છે. આજે આ બ્લોગ દ્વારા અમે આપને એવા સ્થળો વિશે જણાવીશું જે અમદાવાદ શહેરની મુલાકાતને યાદગાર બનાવી દેશે. ખરેખર અમદાવાદ જાઓ ત્યારે આ સ્થળોની મુલાકાત જરૂર લેજો.
અડાલજની વાવ: ૧૫મી સદીની આ ભવ્ય વાવ તેની નકશીકામ, શિલ્પકળા અને ઠંડક આપતાં કુંડો માટે પ્રખ્યાત છે. શહેરની ગરમીમાંથી અલગ થવાનું અને પ્રાચીન પાણી સંગ્રહ પદ્ધતિ જોવાનું એક સરસ સ્થળ.
લાલ દરવાજા: શહેરના ભૂતકાળના મુખ્ય દરવાજા તરીકે ઓળખાય છે, લાલ દરવાજા સમીપે ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે તેમજ લાલ દરવાજા ખરીદી માટે જાણીતું છે. કાપડ, મસાલા અને સ્થાનિક હસ્તકલાથી ભરેલા ઝુલતા બજારોમાં ફરવાની મજા અલગ જ છે.
સરદાર પટેલ મ્યુઝિયમ: ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સંગ્રહાલય. ભારતની આઝાદી અને એકીકરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવતી વસ્તુઓ, તસવીરો અને દસ્તાવેજો જોવાનો અનુભવ લઈ શકો છો.
ઇસ્કોન મંદિર: ભગવાન કૃષ્ણને સમર્પિત આ ભવ્ય મંદિર પરિસરનું અન્વેષણ કરો. રંગબેરંગી દેવતાઓ અને પરંપરાગત શિલ્પોથી શોભિત આ મંદિર શાંત વાતાવરણ આપે છે. ભજન અને ભક્તિગીતોનો આનંદ લો.
કાકરિયા તળાવ: શહેરનું સૌથી મોટું તળાવ, કાકરિયા તળાવ પર બોટ રાઇડની મજા માણો.કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.
અટલ બ્રિજ : આ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પર થી લીધેલી છે. તેની માટે પસંદ કરેલા રંગો પણ પતંગની છાંટ દેખાડે છે. નદીની ઉપરથી ચાલવાનો આનંદ માણવા માટે, આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ છે. આ પુલ ફક્ત ચાલવાના હેતુ માટે જ છે અને બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે તે માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે
માણેક ચોક : જો તમે ખાવા પીવાનો શોખીન છો તો માણેક ચોકની મુલાકાત જરૂરથી લેજો. ભીડભાડથી ભરેલા આ વિસ્તારમાં કોઈ મોટી રેસ્ટોરેન્ટો કે હોટલો નથી. માત્ર લારીઓ અને નાના સ્ટોલ છે. પણ ટેસ્ટ એવો છે કે ગુજરાતભરમાંથી આવતા લોકોને તે પોતાની તરફ ખેંચી જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.