દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયુ , જેમા બીપીન રાવત ના પત્ની…
આજે આપણા ભારત દેશ માટે ખુબ મોટા દુખ દ સમાચાર સામે આવ્યા છે જેમા એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારત દેશ ની સેનાના એક હેલીકોપ્ટર ક્રેશ થયુ છે જેમા ચીફ ડીફેન્સ સ્ટાફ ના ચીફ બીપીન રાવત અને તેમના પત્ની અને અન્ય અધિકારીઓ હતા. આ દુર્ઘટના મા બિપીન રાવત ને ગંભીર ઈજાઓ પહોચી છે અને હાલ હોસ્પીટલ મા છે જ્યારે તેમના પત્ની મધુલિતાનુ નીધન થયુ છે.
અ ઘટના બાદ દિલ્હીમાં એક ઈમર્જન્સી કેબિનેટ બેઠક પણ બોલાવવામાં આવી છે જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ આ વિશે ટૂંક સમયમાં ગૃહમાં પણ નિવેદન આપશે. આ હેલીકોપ્ટર મા કુલ 14 લોકો સવાર જતા જયારે દુર્ઘટના બાદ 11 લોકો ના મૃતદેહો મળી આવ્યા છે. આ દુર્ઘટના બાદ હેલીકોપ્ટર ક્રેશ થયા ની ઘણી તસ્વીરો સામે આવી છે જેમા સેના નુ હેલીકોપ્ટર સંપુણ પણે નાશ થયેલું જણાઈ રહ્યુ છે.
જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખપદ રહ્યા. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે. જયારે થી આ સમાચાર મળ્યા છે ત્યાર થી લોકો મા દુખ ની લાગણી ફેલાઈ છે અને લોકો બીપીન રાવત માટે પ્રાથના કરી રહયા છે.
મિત્રો આપ ગુજરાતી અખબાર વાંચી રહ્યા છો . ગુજરાતી અખબાર નો પુરતો પ્રયાસ રહે છે આપની સુધી ચોક્કસ માહિતી પહોચી શકે પરંતુ કોઈ પણ બાબત ની સત્યતા ની પુષ્ટી કરતુ નથી અથવા બાંહેધરી આપતુ નથી તેની નોંધ લેશો.