ભગુડા ગામ માં માં મોગલ છે હાજરાહાજૂર ! શા માટે આ ગામ ને ભગુડા કહે છે, માં મોગલે એવો પરચો આપ્યો હતો કે…
ભાવનગર માં આવેલું માં મોગલ નું ધામ એટલે ભગુડા. ભગુડામાં આખા ગુજરાત માંથી લોકો માતા ના દર્શનાર્થે આવે છે. લોકો માં મોગલ પાસે સાચા મન થી જે ઈચ્છા પ્રગટ કરે તે ઈચ્છા માં મોગલ પુરી કરે છે. માં ના પરચા અપરંપાર છે. કહેવાય છે કે ભગુડા ગામ માં માતા ની એટલી બધી શ્રદ્ધા છે કે આ ગામમાં કોઈ પણ ઘરે રાત્રે કે દિવસે તાળું નો મારેલું હોય તોય પણ કોઈ ચોર ની હિમ્મત નથી કે તે આ ગામમાં ચોરી કરે. માં અહીં હાજરાહજૂર છે. પરંતુ, આની પાછળ પણ એક કથા સંકળાયેલી છે. કે શા માટે અહીં કોઈ ઘરે તાળું નો મારે છતાં પણ અહીં કોઈ ને કોઈ વસ્તુ ચોરી થવાનો ડર નથી.

આ વાત વર્ષો જૂની છે. આ કથા કંઈક આવી છે કે, સુજાનબા નામની એક અઢાર વર્ષ ની રાજપૂત કુળ ની દીકરી વગડા માં એકલી પોતાના પિતા માટે ભાતું લઇ ને જતી હતી. આ સમયે કેટલાક ઘોડેસવાર તેની પાસે આવી જાય છે. સુજાનબા રૂપ રૂપ ના અંબાર જેવી હતી. તેને જોઈ ને તે લોકો ની દાનત બગડી. જે લોકો એ સુજાનબા ને ઘેરી લીધી હતી તે કડી નો બાદશાહ મુસલમાન હતો. તેણે સુજાનબા ને પૂછ્યું ક્યાં જાય છે? સુજાનબા એ કહ્યું પિતા માટે ભાતું લઇ ને જાવ છું.

બાદશાહે બોલ્યો કે, આવા રૂપ ના અંબાર વાળી તો કડી ના મહેલ માં શોભે, વગડા માં નહીં. આ સાંભળતા ની સાથે જ આ સુજાનબા ના શરીર માં અગનજ્વાળા ઉભી થઇ. પરંતુ તેણે તેના ક્રોધ ને શાંત કર્યો. અને બાદશાહ ને જવાબ આપ્યો કે, દીકરીના માંગા ની વાત તો તેના બાપ પાસે કરવાની હોય. ત્યારબાદ બાદશાહ સુજાનબા ના પિતા સુરાજસિંહ વાઘેલા પાસે આવ્યો. બાદશાહે બધી વાત કરી. બાદશાહ ની વાત સાંભળતા જ પિતા નો ક્રોધ આકાશે આંબી ગયો. પરંતુ પિતા એ સંયમ સાથે કહ્યું કે પછી જવાબ આપીશું.

બાદ માં પિતા એ અને દીકરી સુજાનબા એ ગુજરાત ના પશ્ચિમ કાંઠે, અરબી સમુદ્ર ના કિનારે આવેલા ઓખાધામ માં બેઠેલા માતા મોગલ ને પ્રાર્થના કરી. માતા ને પ્રાર્થના કરતા કહ્યું, દીકરી ને ઇસ્લામ બનાવવા કરતા મોત ને મીઠું કરવું સારું. આ બન્ને બાપ-દીકરી ની પ્રાર્થના માતા એ સાંભળી. બાદશાહ કડી ની મેડી એ સૂતો હતો. અચાનક માં મોગલ વૃદ્ધા નો વેશ ધારણ કરીને આંખમાંથી અંગાર ઝરાવતા, હાથ માં ભોળિયાવાળી નું ત્રિશુલ ધારણ કરીને બાદશાહ ની પાસે ઉભા હતા. બાદશાહ ને થયું બસ હવે આપડો કાળ આવ્યો.

અને બાદશાહ ભાગ્યો. અને તમામ ઘર ના તાળા તોડવા લાગ્યો. અને બાદશાહ જે ઘર માં છુપાયો હતો તે ઘર નું તાળું માં એ તોડ્યું અને માતા ને જોઈ ને બાદશાહ થરથર કાપવા લાગ્યો. બાદશાહે માતા ને કહ્યું, માં માફ કરો ! અને માતા ની પાસે માફી માંગી. માતા એ તેને આખરે ચેતવણી આપી માફ કર્યો. અને બાદશાહ ને ચેતવણી આપી. આ ઘટના બાદ માતા મોગલે ગામ વાસીઓ ને કહ્યું કે, હવે કોઈ ધર્મશત્રુ ને સંઘર્ષો નહીં. દરેક લોકો ઘર નું બારણું ઉઘાડું રાખજો. અને માતા એ કહ્યું, હું અહીં બેઠી છું, અહીં થી એક વસ્તુ પણ ઉપાડવા નહીં દવ.

અને જયારે બાદશાહ અહીં ભાગતો ભાગતો આવ્યો હતો, ત્યારથી આ ગામ ને ભાગેડુ શબ્દ પર થી ભગુડા ગામ કહેવામાં આવે છે. આમ માતા પરચા અપરંપાર છે. જે કોઈ શ્રદ્ધા સાથે આવે તેની મનોકામના પુરી થાય છે.
