બસ આ જ જોવાનુ બાકી હતુ ! ભાવનગર મા વરરાજા JCB લઈને પરણવા પહોંચ્યા! ગામ લોકો જોઈને
હાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે અને લોકો ધામધૂમથી લગ્ન કરી રહયા છે. લોકો ભરઉનાળે ડીજે ના સથવારે ડાન્સ કરી રહયા હોય છે. ડાન્સ માં લોકો અવનવા ડાન્સ કરતા નજરે ચડે છે. અને એવા ડાન્સ કરે છે કે લોકો હસી હસી ને લોટપોટ થઈ જતા હોય છે. લગ્ન માં હવે નવું ટ્રેડિશનલ જોવા મળે છે. એટલે કે હવે દુલ્હે રાજા ઘોડા ઉપર કે કારો માં જાન લઈને નથી આવતા. કેટલાક વરરાજા બળદ ગાડા પર જાન લઇ ને આવે તો કેટલાક જે.સી.બી માં જાન લઇ ને આવે છે.

એવી જ એક ઘટના ભાવનગર થી સામે આવી છે. ભાવનગર જિલ્લા ના જેસર તાલુકા ના તાંતણિયા ગામે વરરાજા જે.સી.બી માં જાન જોડી ને આવ્યા હતા. ગ્રામજનો પણ આવી એનોખી જાન જોઈ ને આશ્ચર્ય પામી ઉઠ્યા હતા. આ અનોખી જાન નો વિડીયો લોકો સોશિયલ મીડિયા માં ખુબ જ માણી રહ્યા છે. વરરાજા એ જાન માં અનોખી રીતે એન્ટ્રી પાડી હતી.

જેસર તાલુકાના ના તાંતણિયા ગામે વરરાજા હાથી, ઘોડા, કે મોટી મોટી ગાડી ઓ માં આવવાને બદલે જે.સી.બી માં આવ્યા હતા. આજુબાજુના ગામના લોકો પણ આ અનોખી જાન જોવા ઉમટી પડયા હતા. વરરાજા પોતે જાનૈયા ની સાથે જે.સી.બી માં આવ્યા હતા. જે.સી.બી ની સાથે પાછળ પાછળ જાનૈયાઓ માટે ટ્રેક્ટર ની વ્યવસ્થા પણ હતી. જાનૈયાઓ પાછળ ટ્રેકટર માં આવ્યા હતા.

લોકો આ જોઈ ને હસી હસી ને બેવડા વળી ગયા હતા. જાન માં બળદગાડા લઇ ને આવવાની એક અનોખી પહેલ હમણાં થોડા સમય પહેલા સુરત માં જોવા મળી હતી. એમાં પણ વરરાજા બળદગાડા માં આવ્યા હતા. અને હવે ભાવનગર ના આ ગામમાં વરરાજા જે.સી.બી માં આવીને એક અનોખી જાન જોડી ને આવ્યા હતા.
