રાજકોટમાં યુવકે ગળેફાંસો ખાયને પોતાનો અંત આણ્યો, જિંદગી ટૂંકાવતા પેહલા વિડીયો બનાવ્યો જેમાં કર્યા એવા ખુલાસા કે…. જાણો પુરી ઘટના વિશે
હાલમાં જ એક દુઃખદ ઘટના રાજકોટ શહેરમાં બની છે, આ દુઃખદ ઘટનાના કારણે વિરમગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે એવી તે શું ઘટના બની છે.પ્રાપ્ત થયેલ વિગત અનુસાર રાજકોટના મવડી વિસ્તારમાં પોલીસના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવી લીધું અને આપઘાત કરતા પહેલા જ વિડીયો બનાવ્યો. આ વિડીયોમાં તેને એવી વાત જણાવી કે જાણીને તમે પણ ચોકી જશો. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે.
દિવ્ય ભાસ્કર અનુસાર રાજકોટના મવડી વિસ્તારના દીપક ધ્રાંગધરીયા નામના યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. યુવકે મોંત પહેલા એક વિડીયો બનાવ્યો,જેના મુજબ વિરમગામ ગ્રામ્યના PSI હિતેન્દ્ર પટેલ દારૂના કેસમાં પરેશાન કરીને 10 લાખ માંગતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
ગુજરાત ટેકના અહેવાલ અનુસાર, જાણવા મળ્યું છે કે મૃતક વ્યક્તિએ વિડીયોમાં જણાવેલું કે, ચારેક મહિના પહેલા મેં રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને તે ક્યાંક પકડાણો હશે,આ કારણે તે વ્યક્તિએ મારું નામ લીધું હતું. તેણે મારી ઉપર 8 પેટીનો આરોપ લગાવીને કેસ કર્યો હતો. જેથી વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબને સેટિંગના મેં ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. છતાં તેઓએ મારી ઉપર કેસ કર્યો અને મને જેલના હવાલે કરી દીધો.
હું 2 મહિને જેલમાંથી બહાર આવ્યો હતો. હાલમાં આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ હાલમાં રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મૃતકની પત્નીની ફરિયાદ આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઇ વિરુદ્ધ આત્મહત્યાના દુશ્ચેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.