વાપીમાં અંધશ્રદ્ધાએ લીધો ફૂલ જેવી દીકરીનો ભોગ! પિતાએ એવો ટોટકો માર્યો કે આખો પરિવાર મુશ્કેલીમાં..પુરી ઘટના જાણી હોશ જ ઉડી જશે
હાલમાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે, ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનાર છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ. આ કિસ્સો વલસાડનો છે. આ કિસ્સા અંગે વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ બિહારનાં રોજગાર માટે આવેલ ભડકમોરા ખાતે રહેતા મંતોસભાઈ રામની પત્નિ લલિતાબેનની તબીયત ઘણા સમયથી ખરાબ હતી.
આ કારણે મંતોસભાઈએ તેઓની પત્નિનીને નજર લાગી હોય એવું સમજીને નજર રાખી ઘરનો દરવાજો બંધ કરી ઘરમાં મરચા સહિતનો મસાલો ભેગો કરી ધુમાડો કર્યો હતો. પત્નિ લલિતાબેન અને આઠ વર્ષીય પુત્રી સોનમકુમારી અને બે સાળા ધુમાડાનાં કારણે શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગયા હતા.
ઘરમાંથી અચાનક જ ધૂમાડો નીકળવાનું શરૂ થતા આજુબાજુનાં લોકો તરત દોડી આવ્યા હતા અને દરવાજો તોડી ઘરમાં જોયું તો બેહોશ પડ્યા હતા. આ ઘટનામાં પરિવારની આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે ચાર સભ્યોને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વાપી ટાઉન પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.
પરિવારમાં બે સભ્યો લાંબા સમયથી બીમાર હતા .જેના કારણે પરિવાર રાત્રે મરચાનો ધુમાડો કરી ઘરમાંથી બીમારી દૂર કરવાનો ટોડકુ લગાવ્યો હતો ગુંગળાવાથી બેહોશ થઈ ગયો હતો અનેએક બાળકીએ જીવ ગુમાવ્યો. આ ઘટના પરથી એ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારેય અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કરો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
