ભારતનું એક એવું ગામ જ્યાં હિંદુઓ મસ્જીદનું ધ્યાન રાખે છે અને રોજ 5 વખત નમાઝ પઢે છે…
આપણો ભારત સાંપ્રદાયિક દેશ છે. અહીંયા અનેક ધર્મના લોકો રહે છે,પરતું સૌથી મોટો ધર્મ છે, માનવતાનો ધર્મ. આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશું જ્યાં કોઈ મુસ્લિમ નથી રહેતું છતાં પણ ત્યાં આવેલ મસ્જિદની રક્ષા કરે છે, હિન્દુઓ! ખરેખર આ વાત સાંભળતાની સાથે કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી જાય કે હિંદુઓ મસ્જિદની સેવા કરે? શું આ સત્ય હોય શકે છે?
આવા તો ઘણા બધા મનમાં સવાલો આવે. કદાચ બની શકે જ્યારે તમે આ બ્લોગ વાંચવા ની શરૂઆત કરો ત્યારે તમને આવા વિચારો આવે.ચાલો અમે આપને તમામ વાત વિશે જણાવીએ કે,આખરે આ ઘટના પાછળ સત્ય શું છુપાયેલ છે.બિહારના આ ગામમાં કોઈ મુસ્લિમ નથી પરંતુ મસ્જિદ નું ધ્યાન રાખવામાં આવે છે હિન્દૂઓ દ્વારા તેમજ રોજ સાફ સફાઈ અને 5 વખત નમાઝ પઢવામાં આવે છે.
આ ખૂબ જ સરહાનીય અને માનવીય એકતાની મિશાલ છે કે, આ જગતના સર્વે ધર્મો એક છે અને અંતે મહત્વનો છે માનવ ધર્મઆ ગામનું નામ છે, નાલંદા અને અહીંયા આવેલ મસ્જીદ નિ દેખરેખ રાખવાનું કામ હિન્દૂ એ લીધું છે. એક સમયે અહીંયા મુસ્લિમ સમુદાય રહેતો હતો પરંતુ તેઓ બધા આ ગામ છોડીને ચાલ્યા ગયા અને આ જ કારણે લોકો આ મસ્જિદ નું ધ્યાન રાખે છે.
પેન ડ્રાઇવ દ્વારા આઝાન પઢવામાં આવે છે અને નિતી નિયમ મુજબ સેવા ચાકરી કરે છે અને ગામના તમામ લોકોને અતૂટ આસ્થા છે.ખરેખર આ ગામનું આ કાર્ય જોઈને એને સલામ કરવાનું મન થાય કારણ કે, ભાગ્યે જ આવું બનતું હોય છે કે, હિન્દુઓને મસ્જીદની સેવા ચાકરી કરતા જોયા હશે અને આટલી શ્રદ્ધા પણ કે જ્યારે પરિવારમાં શોક આવે ત્યારે મઝાર કરવા જાય.ખરેખર ધન્ય છે ગામજનોને.