ભારતની આ બે ખૂનખાર બહેનો જેને 47 બાળકોની નિનર્મ હત્યાઓ જરી, આજે જીવી રહી છે, આવું જીવન….
ભારતની સૌથી ક્રૂર મહિલાઑની યાદીઑમાં રેણુકા શિંદે અને સીમા ગાવિત મોખરે આવે છે. આ બે બહેનોએ નિર્દય રિતે 47 બાળકોની હત્યા કરી હત પરંતુ કોર્ટમાં માત્ર 5 હત્યાઑ જ સાબિત થઈ શકી. બાળકોના આ હત્યાકાંડમાં તેમની માતામાં સામેલ હતી પરંતુ તેનું જેલમાં જ મત્યુ છે, જ્યારે આ બને બહેનો આજીવન કેદની સજા ભોગવી રહી છે.
કોર્ટ દ્વારા 2001માં બંનેને દોષી ઠરાવવામાં આવી હતી. 2004માં મુંબઈ હાઈ કોર્ટે તેમને મૃત્યુદંડ સંભળાવ્યો હતો, જ્યારે 2006માં સુપ્રીમ કોર્ટે પણ તેમની ફાંસીની સજાને બહાલ રાખી હતી. 22 ઓક્ટોબર, 1996થી બંને કસ્ટડીમાં છે. તેમણે 2014માં હાઈ કોર્ટમાં અરજી કરી હતી.આ બહેનોએ 2006માં રાષ્ટ્રપતિ પાસે દયાની અકજી કરી હતી જે ખારીજ થઈ હતી.
આ બે બહેનોના ગુન્હા વિશે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. વર્ષ 1990ના દાયકાની વાત છે, અંજના ગાવિત મૂળ નાશિકની હતી. તેને એક ટ્રક ડ્રાઈવર સાથે પ્રેમ થયો હતો. બંનેએ પુણેમાં ભાગીને લગ્ન કર્યાં. તેમને એક દીકરી થઈ, જેનું નામ રેણુકા રાખ્યું. થોડા સમય પછી ડ્રાઈવર અંજનાને છોડીને જતો રહ્યો. આથી અંજનાએ પેટ ભરવા માટે નાનાં- મોટાં કામો કર્યાં. એક વર્ષ પછી અંજના એક નિવૃત્ત સૈનિક મોહન ગાવિતના પ્રેમમાં પડી, જેના થકી તેને બીજી પુત્રી સીમા જન્મી હતી.
જોકે ગાવિત પણ છોડી ગયો. આને કારણે બીજી વાર તે રસ્તા પર આવી ગઈ હતી.અંજનાએ તે પછી પોતાનું અને દીકરીઓનું પેટ ભરવા માટે ચોરી કરવાનું શરૂ કર્યું. આરંભમાં તે નાની- મોટી ચોરી કરતી હતી. કોઈનું પાકીટ મારવું, બેગ તફડાવવી જેવાં કામો કરતી. ધીમે ધીમે તેની બંને પુત્રીઓ મોટી થઈ અને તેઓ પણ ચોરી કરવા લાગી. આ પછી ત્રણ જણની જોડી બની.
અંજનાને ચોરી કરતાં કરતાં પકડાય તો બાળકને ઢાલ બનાવવાનો નુસખો મળ્યો.મા- દીકરી ઝૂંપડપટ્ટીઓમાંથી નાનું બાળક ચોરતી હતી. ઝૂંપડપટ્ટીમાં બાળકનું અપહરણ કરવાનું આસાન રહેતું, તેમની પર કોઈ ધ્યાન રાખું નહોતું, પોલીસમાં ફરિયાદની શક્યતા પણ ઓછી રહેતી. આથી આવા બાળકને ચોરી કરવા સમયે જોડે રાખતી હતી. જો ચોરી કરતાં પકડાય તો બાળકનો હવાલો આપીને છુટકારો કરી લેતી હતી. આ ત્રણેય માં દીકરીઓ નિર્દયતા પૂર્વક રીતે બાળકને જમીન પર પટકીને મારી નાખતી હતી આવી રીતે તેમણે 47 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની આ હૈવાનિયત ખુલ્લી નહીં પડી ત્યાં સુધી ક્રૂરતા ચાલતી રહી હતી.