એક સમયે મજુરી કામ કરતા સુરેન્દ્રન પટેલે અમેરિકા મા એવુ પદ હાસલ કર્યુ કે જાણી ને વખાણ કરતા થાકી જશો ! આજ સુધી જે કામ કોઈ ના કરી શક્યુ તે..
જીવનમાં સફળતાના શીખર સર કરવા માટે મહેનત કરવી પડે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત જણાવીશું જેલએક સમયે મજુરી કામ કરતા અને આજે એજ સુરેન્દ્રન પટેલ અમેરિકા મા એવુ પદ હાસલ કર્યુ કે જાણી ને વખાણ કરતા થાકી જશો. ચાલો અમે આપને સુરેન્દ્ર પટેલના જીવનની સફળતાની કહાની જણાવી.
આજના સમયમાં ગુજરાતીઓ વિદેશોમાં રાજ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ ભારતનાં પુત્રએ અમેરિકાનાં ટેક્સાસમાં જજ બનીને આ વાતની સાબિતી આપી છે. સુરેન્દ્રન પટેલે 1 જાન્યુઆરીએ ટેક્સાસનાં ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં 240માં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે શપથ લીધા.તમને જાણીને નવાઈ લાગશે કે, એક ગરીબ છોકરો કે, જે સ્કૂલમાં ભણી ન શક્યો, ઘરનું ગુજરાન ચલાવવા માટે બીડી બાંધવાનું કામ કર્યું, હાઉસકીપર તરીકે કામ કર્યું ને એકાએક તેના જીવનમાં એવો ચમત્કાર થયો ને અમેરિકાનાં ટેક્સાસની ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જજ બની ગયા.
અહેવાલો મુજબ અમેરિકામાં ચૂંટણી દ્વારા જિલ્લા ન્યાયાધીશોની ચૂંટણી કરવામાં આવે છે અને 51 વર્ષીય સુરેન્દ્રને પહેલા રાઉન્ડની ચૂંટણીમાં સીટિંગ જજને હરાવીને અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ જજ બનનાર પ્રથમ મલયાલી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. કેરળનાં કાસારગઢ જન્મેલ સુરેન્દ્ર પટેલનાં પરિવારની આર્થિક સ્થિતિ જરાપણ સારી નહોતી. તેના માતા-પિતા મજૂરીકામ કરીને જીવન જીવતા હતા.સુરેન્દ્રનને 10માં ધોરણથી અભ્યાસ છોડવો પડ્યો. 10માં ધોરણ પછી તેને કમાવવા માટે ઘરની બહાર નીકળવું પડ્યુ અને તેમણે બીડી બાંધવાનું અને દૈનિક મજૂરીનું કામ કર્યું.
તેમને કાયદાનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું ગૂંથાઈ રહ્યું હતું. કામ કરીને જે પણ પૈસા ભેગા થયા તેનાથી તેઓએ ફરીથી પોતાનો અભ્યાસ શરુ કર્યો. જો કે,નોકરીનાં કારણે ઘણી વખત તે ભણવા માટે કોલેજ જઈ શકતો ન હતા પરંતુ, આ સમયે તેના મિત્રો નોટ્સ બનાવવામાં તેની મદદ કરતા રહ્યા.
મિત્રોની નોટ્સની મદદથી સુરેન્દ્રનની પરીક્ષાની તૈયારી તો થઈ જતી પણ કોલેજમાં ઓછી હાજરીને કારણે તેના પર પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ સુરેન્દ્રનને પોતાના પ્રોફેસરને વિનંતી કરી હતી કે, તેમને પરીક્ષા આપવા દેવામાં આવે. જો રીઝલ્ટ સારુ ન આવે તો તે તેને કોલેજમાંથી કાઢી મૂકે. પ્રોફેસરોએ સુરેન્દ્રનની ઘગશ જોઈને તેઓને પરીક્ષા આપવાની મંજૂરી આપી અને તેણે કોલેજમાં ટોચનું સ્થાન મેળવ્યું.
કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ સુરેન્દ્રન લો યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગતો હતો, પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા. આ પછી, તેણે તેના મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને લો યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. વર્ષ 1995માં સુરેન્દ્રન પટેલે વકીલાતની ડિગ્રી પૂરી કરી અને કેરળના હોસદુર્ગમાં પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી શુભા તેના જીવનમાં આવી કે, જે વ્યવસાયે નર્સ હતી. શુભા સાથે લગ્ન કર્યા બાદ સુરેન્દ્રન દિલ્હી આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો અને અહીથી જ તેમના જીવનમાં એક નવી સંઘર્ષની કસોટી શરુ થઈ.
વર્ષ 2007માં પત્નીને અમેરિકામાં કામ કરવાની તક મળી. જે પછી સુરેન્દ્રન અને શુભા અમેરિકા આવી ગયા.થોડા સમય માટે સુપરમાર્કેટમાં કામ કર્યા પછી ટેક્સાસ બારની પરીક્ષા આપી અને પાસ કરી. અમેરિકામાં તેણે ફરીથી કાયદાની પ્રેક્ટિસ કરવા માટે નવેસરથી અભ્યાસ કર્યો અને વર્ષ 2011માં તે સ્નાતક થયા. આ પછી સુરેન્દ્રને યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન લો સેન્ટરમાં LLMમાં એડમિશન લીધું હતું. વધુ સારા માર્ક્સ સાથે આ પરીક્ષા પાસ કર્યા બાદ વકીલ તરીકે ફરી કામ કરવાનું શરૂ કર્યું હતું.સુરેન્દ્રન કે પટેલને વર્ષ 2017માં યુ.એસ.ની નાગરિકતા મળી હતી. આ પછી તેઓએ વર્ષ 2020માં ડિસ્ટ્રિક્ટ જજ બનવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો પરંતુ, તે બની શક્યા ન હતા. આ પછી વર્ષ 2022માં ફરીથી તેઓએ ડિસ્ટ્રિક્ટ જજ બનવાનો પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યા.