India

કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ! મુસ્લિમ યુગલે આ હિંદુ મંદિરમાં આપ્યું દોઢ કરોડનું દાન! આ કાર્યમાં પૈસા વપરાશે…

દક્ષિણ ભારતનાં તમામ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે, પરંતુ તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી વધુ લોકપ્રિય છે. આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તુરમાં છે. આ મંદિરને ભારતનું સૌથી ધનવાન મંદિર ગણવામાં આવે છે, કારણ કે આ મંદિરમાં રોજનું કરોડોનું દાન આવે છે. ત્યારે હાલમાં જ એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. એક તરફ લોકો હિન્દૂ-મુસ્લિમના નામે વિવાદો અને મતભેદો કરી રહ્યા છે.

ત્યારે હાલમાં જ ચેન્નાઈના એક મુસ્લિમ દંપતીએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં 1.02 કરોડ રૂપિયાનું દાન આપીને કોમી એકતાની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં જ એએનઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે, ઉદ્યોગપતિ અબ્દુલગની અને તેમની પત્ની સુબીનાબાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન અધિકારીઓને ચેક અર્પણ કર્યા હતો.

વિગતવાર માહિતી જાણીએ તો બંને દંપતીઓ મંદિરમાં,87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસનાં ફર્નિચર અને વાસણો માટે આપ્યું છે જેથી યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારી શકાય અને SV અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો આપેલ છે. જેથી દરરોજ મંદિરમાં આવતા હજારો ભક્તોને મફત ભોજન પ્રસાદ આપી શકાય.

આ પ્રેરણાદાયી ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, મુસ્લિમ પરિવાર પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ઓફિસર એવી ધર્મા રેડ્ડીને ચેક સોપેલ. દાન પછી, ટીટીડીના વેદ-પંડિતે વેદશિર્વચનમનો અનુવાદ કર્યો અને અધિકારીઓએ અબ્દુલગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી. અબ્દુલગની કોરોના રોગચાળા દરમિયાન મંદિર પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું દાન કર્યું હતું.

સુબીનાબાનો અને અબ્દુલગનીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગયા શુક્રવારે તિરુમાલા મંદિરમાં 1.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. એક અહેવાલ મુજબ અંબાણીએ મંદિરમાં પૂજા-અર્ચના કરવા મંદિરમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. ગયા સોમવારે લગભગ 67,276 ભક્તોએ તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વરની પૂજા કરી. આ દરમિયાન TTDને 5.71 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગયા શુક્રવારે તિરુમાલા મંદિરમાં 1.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. એક અહેવાલ મુજબ અંબાણીએ મંદિરમાં પૂજા-અર્ચના કરવા મંદિરમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. ગયા સોમવારે લગભગ 67,276 ભક્તોએ તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વરની પૂજા કરી. આ દરમિયાન TTDને 5.71 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!