Gujarat

દેશમાં બનવા જઈ રહ્યું છે નવું સંસદ ભવન ! આટલુ ભવ્ય હશે નવુ સંસદ ભવન જેમા સુવીધા વિષે જાણશો તો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાર થી મોદીજીની સરકાર આવી છે, ત્યાર થી અનેક વિકાસના કાર્ય કર્યા છે. ચાલો ત્યારે આજે અમે આપને નવ નિર્માણ થનાર સંસદ ભવન વિશે જાણીશું. ખરેખર ભવિષ્ય માં નિર્માણ પામનાર આ ભવન કેવું હશે તેનાં વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો.જુના સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી(MP) તરીકે ઓળખાય છે.

લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને (2009માં 714000000 લાયક મતદાતાઓ) સેવા આપે છે.હવે આવનાર સમયમાં આ સંસદ ભવન નવું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે આ ભવનની ખાસિયત શુ હશે તે અમે આપને જણાવીશું.

બિરલાએ નવી સંસદ ભવનની વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નવી ઇમારત ભૂકંપ પ્રતિરોધક હશે જેમાં 1224 સાંસદ સાથે બેસી શકશે.’સંસદ ભવનના નિર્માણમાં 2000 લોકો સીધા અને 9,000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે. સંસદની ઈમારત 64,500 ચોરસમીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહી છે. આ નવી ઇમારતની અંદાજિત કિંમત 971 કરોડ રૂપિયા થશે.’ લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) ના તમામ સાંસદો માટે એક નવું ઓફિસ સંકુલ હાલના શ્રમ શક્તિ ભવનની જગ્યાએ બનાવવામાં આવશે. નવા ભવનમાં કુલ 120 ઓફીસો તૈયાર કરવામાં આવશે અને તેના 6 દરવાજા હશે.

ભારતીય લોકશાહીનું મંદિર એવા સંસદને સંપૂર્ણ રીતે ભારતીય રંગરૂપમાં ઢાળવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ બિમલ પટેલના દાવા પ્રમાણે 2022ની દિવાળી સુધીમાં આ નવુ સંસદ તૈયાર થઈ જશે. હાલનું સંસદ ભવન એ બ્રિટીશ અનુકૂળતા પ્રમાણે બનેલું છે. નવી સંસદને સંપૂર્ણ રીતે ભારતીયકરણ જોવા મળશે.નવા સંસદ ભવનના નિર્માણના કામકાજ પર નજર રાખવા માટે મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી રહી છે, જેમાં લોક સભા સચિવાલય અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે જ લોક નિર્માણ વિભાગ, એનડીએમસી અને પરિયોજનાના આર્કિટેક્ટ સામેલ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!