Sports

મેચ ચાલુ થઈ એ પેલા ભારતીય ખેલાડીઓ ઘુંટણીયે બેસી ગયા કારણ છે ચોંકાવનારું

મેચ ચાલુ થઈ એ પેલા ભારતીય ખેલાડીઓ ઘુંટણીયે બેસી ગયા કારણ છે ચોંકાવનારું!આજે સાંજે 7 વાગ્યા થી લઈને સૌ કોઈ ભારત અને પાકિસ્તાનના મેચ ને નિહાળવવા માટે આતુર બન્યા હતા.ખરેખર આમ પણ આજનો દિવસ સૌ માટે  ખાસ હતો કારણ કે આજનો મેચ આપના માટે ખૂબ જ ગૌરવપૂર્ણ હતી. ત્યારે આ ઘટના દરમિયાન એક ખાસ વાત બની જેના વિશે જાણીને સૌ કોઈ આશ્ચય પામી ગયા હતા અને સૌ ને મુંઝવણ અને પ્રશ્નો એ ઉદભવતા હોય છે કે આખરે આવું શુ કામ બન્યું અને આવું કરવા પાછળનું કારણ શું છે?

વાત જાણે એમ છે કે, મેચ શરૂ થતાં જ સૌ કોઈ ખેલાડીએક ઘુંટણ પર બેસેલા નજરે આવ્યા તો પાકિસ્તાન ખેલાડીઓએ છાતી પર હાથ રાખ્યો હતો. હવે આવું જોઈને સૌ કોઈ આશ્ચય પામ્યા હતા. તમને આની પાછળનું કારણ શું હતું એ જાણીને તમને ગર્વ અનુભવશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન ખેલાડીઓએ રંગભેદ વિરુદ્ધની લડાઈમાં સમર્થન આપ્યું હતું.

આ અગાઉ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મેચ દરમિયાન પણ ખેલાડીઓએ આવું કર્યું હતું. આ અદોલન રાષ્ટ્રિય અને વૈશ્વિક સ્તરે ફેરફાર લાવવાના છે. આ મેચ ભલે બે દેશો વચ્ચે અલગ અલગ હતી પરંતુ બને ટિમો સાથે મળીને આ આંદોલન સમર્થન આપ્યું જે માનવતા રૂપી એકતાનો સંદેશ આપે છે. આ પહેલા પણ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સમર્થન આપ્યું હતું.

વાત જાણે એમ છે કે, આ અભિયાન પાછળ એક મહત્વની વાત એ છે કે, લગભગ દોઢ વર્ષ પહેલાં અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. આ પછી વિશ્વભરમાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાન શરૂ થયું હતું.આ દરમિયાન પોલીસ અધિકારીઓએ તેને હાથકડી પહેરાવીને જમીન પર ઊંધો સૂવડાવી દીધો હતો અને લગભગ નવ મિનિટ સુધી પોલસે પોતાના ઘૂંટણથી તેની ગરદન દબાવી દીધી હતી. આનાથી જ્યોર્જનો શ્વાસ અટકી ગયો અને તેનું મૃત્યુ થયું. આ પછી 40થી વધુ શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ જ કારણે સૌ કોઈ લોકો આ અભિયાન ને સમર્થન આપી રહ્યા છે.ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે કે દેશ અલગ અને સંસ્કૃતિ પણ અલગ છતાંય પણ ભારત અને પાકિસ્તાન બંને દેશો એ સાથે મળીને  આ અભિયાન સમર્થમ આપીને ઘૂંટણ પર બેસીને સૌ કોઈ સમર્થન આપ્યું ત્યારે આ દ્રશ્ય સૌ ભારતવાસીઓ અને દેશના લોકો ને સ્પર્શી ગયું હશે.ટી-20 વર્લ્ડ કપ 2021માં વેસ્ટ ઈન્ડિઝ-ઈંગ્લેન્ડ અગાઉ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં પણ ખેલાડીઓએ રંગભેદ સામે ઘૂંટણ પર બેસેલા નજરે આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!