India

જાણો કોણ છે આ લેડી સિંઘમ IPS જેણે એક વખત CM ની પણ ધરપકડ કરી હતી…

આજે દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ આગવું સ્થાન ધરાવે છે, જે સાબિત કરી બતાવે છે કે આપણા દેશમાં સ્ત્રીઓને પુરુષો સમાન હક અને સન્માન આપવામાં આવે છે. આજે આપણે એક એવા જ IPS ઓફિસરની વાત કરીશું જે પોતાના વ્યવક્તિત્વનાં લીધે ઓળખાય છે.

જેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂવર્ક બજાવે છે અને તેમણે મુખ્યમંત્રીશ્રીની પણ ધરપકડ કરેલી. હવે વિચાર કરો કે આ IPS ઓફિસર કેવા હશે. ખાસ વાત એ છે કે, આ એક મહિલા ઓફિસર છે, જેમનાં થી ગુનેગારો થરથર કાંપી ઉઠે છે.


તમને જાણીને આશ્ચર્યજનક લાગશે કે, ડી રૂપા કર્ણાટક કેટરની 2000 બેચની IPS અધિકારી છે. તેઓ એ જેલમાં બંધ શશિકલાની VIP ટ્રીટમેન્ટના ખુલાસાથી લઇને MPની તત્કાલિન મુખ્યમંત્રી ઉમા ભારતીની ધરપકડ પણ કરેલી. સિવિલ ડિફેન્સમાં એડિશનલ કમાન્ડેટના પદ પર કામ કરી ચૂકી છે અને તે સિવાય ટ્રાફિક અને રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ પણ સંભાળી ચૂકી છે. 

ડી રૂપના જીવન વિશે જાણીએ તો, તેમનો જન્મ કર્ણાટકના દેવણગેરેમાં થયો હતો અને તેમનો શરૂઆતી અભ્યાસ પણ અહીથી જ થયો હતો. તેમના પિતા એક એન્જીનીયર હતા જે હવે રિટાયર થઇ ચૂક્યા છે. માત્ર 24 વર્ષની ઉંમરમાં UPSC એક્ઝાસ ક્લિયર કરી અને ઓલ ઇન્ડિયામાં 43મો રેન્ક હાંસલ કર્યો હતો બાદમાં તેમની પાસે IAS બનવાની પણ તક હતી પરંતુ તેમણે પોલીસ સેવાને સિલેક્ટ કરી. 

તેમની છાપ એક કડક પોલીસ અધિકારી તરીકે થાય છે અને તે એક મુખ્યમંત્રીની ધરપકડ પણ કરી ચૂકી છે. વર્ષ 2004માં મધ્યપ્રદેશની મુખ્યમંત્રી ઉમા ભારતી વિરુદ્ધ 10 વર્ષ જૂના કેસમાં વોરંટ આવ્યુ હતુ અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, ઉમા ભારતીએ ધરપકડ પહેલા રાજીનામુ આપી દીધુ હતુ.

 આ સિવાય તેમણે વર્ષ 2017માં જયલલિતાની પાર્ટીની નેતા શશિકલા જેલમાં હતી અને તે DIGની પોસ્ટ પર હતા ત્યારે જેલમાં નિહાળ્યું કે શશિકલાને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે ત્યારે તેની રિપોર્ટ ઉપર સુધી મોકલવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!