Gujarat

હાલ ચર્ચા નો વિષય બનેલા IPS સફીન હસન કોણ છે જાણો ! એક સમયે પિતા હીરા ઘસતા અને માતા રોટલી બનાવવા જતા , જીવન મા સંઘર્ષ કરી…

બંધ આંખે સપનાઓ તો અનેક લોકો જોવે છે, પરતું કહેવાય છે ને કે, જે વ્યક્તિ આંખો ખોલીને એ સપનાને સાકાર કરવા માટે જે અથાગ પરિશ્રમ કરે છે, સપનાઓ તેમના જ સાચા પડે છે. આમ પણ જીવનના અનેક મુશ્કેલીઓ આવ્યા છતાં પણ પોતાના લક્ષ્યને પામી લેવું એ સૌથી મોટી વાત છે. આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરમાં આઇપીએસ અધિરકારીનાં સફળ જીવનની કહાની વિશે. આ કહાની દરેક યુવા વર્ગ માટે પ્રેરણાદાયી અને રચનાત્મક છે.

આપણે જાણીએ છે કે, અનેક યુવાનો યુપીએસસી ની તૈયારીઓ કરે છે, જેમાં ગણ્યાગાંઠ્યા લોકો જ પાસ થાય છે, એવામાં 24 વર્ષન સફિન હસન પાસ થયેલ. ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનો લક્ષ્ય રાખી અભ્યાસ કરતા સફિન હસનની આજે ભાવનગર ખાતે આઈપીએસ તરીકે ફરજ બજાવે છે.

માતા નસીબબેન અને પિતા મુસ્તાફભાઈએ સફિનનું શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યુ ંહતું.  બાદ ગામની જ સરકારી માધ્યમિક ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હતો. બાદ સુરત ખાતે ઈસી એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા રાજ્યમાં ૩૪મો ક્રમાંક મેળવી પાસ કરી હતી. કહેવાય છે કે, સફિન હસન ૧૦ વર્ષની ઉંમરે માસી સાથે શાળામાં ગયો હતો ત્યાં  લાલ લાઈટની ગાડી સાથે કલેક્ટર આવ્યા હતા.

જ્યાં તેમનું લોકો દ્વારા સન્માન કરવામાં આવતા તેમણે માસીને પુછ્યું આ કોણ છે ? સામેથી જવાબ આવ્યો જિલ્લાના રાજા ત્યારથી આવા અધિકારી બનવાનું નક્કી કરી લીધુ હતું. આ સ્વપ્ન તેને બાળપણમાં જોયું પરતું સાકાર કરી બતાવેલું.વર્ષ ૨૦૧૭માં યુપીએસસીની મેઈન પરીક્ષા આપવાની હતી તે સમયે અકસ્માત થતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ હિંમત ન હારી અને પરીક્ષા આપી હતી.

પોતાની મહેનત દ્વારા ભારતમાં યુપીએસસીની પરીક્ષામાં ૫૭૦મો ક્રમાંક મેળવી પાસ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી આઈપીએસ અધિકારી તરીકે સૌ પ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું. આ પહેલા ૧૪ વર્ષ સુધી હીરા ઘસી જરૂરિયાતમંદ લોકોને રોટલી બનાવી આપી તેમજ પિતાએ ઈલેક્ટ્રિશિયનમાં કામ કરી સફીનને આગળ અભ્યાસ કરવામાં મદદ કરી હતી ત્યારે આજે આઈપીએસ બનતા જોઈને ગર્વ અનુભવેલ.

સફિન હસને જણાવેલ કે, ગુજરાતીમાં UPSC મેઇન્સ આપવા માંગતા યુવાનો ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપી શકે છે. દુભાષિયાની વ્યવસ્થા પણ ઇન્ટરવ્યૂ વખતે હોય છે. ગુજરાતી ભાષામાં જવાબ આપવાથી ફાયદો એ થાય કે તમારો વિચાર સ્પષ્ટ હોય તો તેને બહુ સારી રીતે સમજાવીને લખી શકાય છે. ખરેખર સફિન હસનનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી અને શ્રેષ્ઠ છે જેના દ્વારા અનેક યુવકો અને યુવતીઓ પ્રેરણા લેબી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!