મુસ્લિમ IPS સફીન હસને શ્રીકૃષ્ણ વિશે એવુ વક્તવ્ય આપ્યુ કે સૌ કોઈ સાંભળતા જ રહી ગયા ! જુવો વિડીઓ
દેશ ના સૌથી યુવા આઇપીએસ સફીન હસન હાલ ભાવનગર મા ASP તરીકે ની ફરજ નીભાવી રહ્યા છે. ત્યારે હાલ જ ભાવનગર મા શક્તિ આરાધના ધર્મોત્સવ નો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભાવનગર ના ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમા અનેક ધાર્મિક ગુરુઓ અને મહેમાનો પણ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ મા ભાવનગર ના ASP સફીન હસને પણ હાજરી આપી હતી ત્યારે તેવો એક વક્તવ્ય આપ્યુ હતુ જે સાંભળી સૌ કોઈ મંત્રમુગ્ધ થય ગયા હતા.
પોતાના સફીન ને શ્રીકૃષ્ણ અને ગીતા વિશે જ્ઞાન આપતા કહ્યુ હતુ કે શ્રી કૃષ્ણ તમામ પરિસ્થિતિનો સ્વિકાર કરી જીવન જીવતા શિખવે છે. કૃષ્ણ હિંસા-અહિંસા, સુ:ખ-દુ:ખ તમામનો સ્વિકાર કરી શકે છે તેથી જ તેને પુર્ણ પુરૂષોત્તમ કહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સમસ્તમાં પરમાત્મા જોતા થાઓ ત્યારે ધર્મની વધારે નજીક પહોંચી શકાય છે. આપણાથી અન્ય કોઈ પણ વ્યક્તીને તે પછી કોઈ પણ ધર્મ જાતિનો હોય તેને દુ:ખ પહોંચે ત્યારે પરમાત્માને પણ દુ:ખ પહોંચે છે. દરેકે પોતાની આસ્થા પ્રમાણે કૃષ્ણના અલગ-અલગ અવતારને સ્વિકારી પુજ્યા છે પણ આપણે જ્યારે અખિલાધિપતિનો સ્વિકાર કરીશું ત્યારે જીવનનો સંપૂર્ણ સ્વિકાર કરીશું. જ્યારે મર્યાદાપુરૂષોત્તમ રામે તો સમાજનો સ્વિકાર કરેલો છે.”
આગળ જણાવ્યુ હતુ કે “દરેક ધર્મ માનવતાનો સંદેશો આપે છે. હું દરેક ધર્મના ધાર્મિક ગ્રંથો વાંચું છું અને દરેક ધર્મના સારા પુસ્તકો દરેક વ્યક્તિએ વાંચવા જોઈએ. મારા વ્યક્તિગત જીવનમાં શ્રીક઼ૃષ્ણનો પૂર્ણ પુરૂષોત્તમ અવતારને પુજવા પસંદ કરૂ છું અને એ સિવાય મહાભારતના શ્રીકૃષ્ણનો અવતાર જીવનના અનેક પ્રશ્નોના ઉકેલ આપે છે. વિશ્વમાં ક્રિશ્ચીયન, ઈસ્લામ, હિન્દુ, બૌદ્ધ, શીખ, યહુદી સહિતના કોઈપણ ધર્મો હિંસાચારમાં માનતા નથી”
Asp સફીન હસન ના આ વક્તવ્ય થી ત્યા બેઠેલા તમામ શ્રોતા મંત્રમુગ્ધ થયા હતા અને પોતે એક મુસ્લિમ સમાજ માથી આવતા હોવા છતા હિન્દુ ધર્મ નુ આટલુ જ્ઞાન અને જાણકારી હોવાથી સૌ કોઈ આશ્ચર્ય ચકીત થયો હતા અને સાથે સૌ કોઈ એ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધા હતા.
