India

હીરોઈન બનવાનું સપનું હતુ પરંતુ દિકરી IPS બની ગય ! હવે ભલભલા ગુંડાઓ નામ સાંભળી ધ્રુજી જાય છે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો આશાવાન છે. તે પોતાના જીવનને લઈને અનેક સપનાઓ જોતો રહે છે જો કે આવા સપનાઓ પૈકી તે પોતાના અમુક સપનાઓ પૂર્ણ કરી શકતો નથી. વળી આપણે સૌ જાણીએ છીએ કે મહેનત કરનાર વ્યક્તિની કયારે પણ હાર થતી નથી. ઘણા ઓછા વ્યક્તિઓ હોઈ છે કે જેઓ પોતાના તમામ સપનાઓ પૂર્ણ કરી શકે છે. જો કે પોતે જોયેલા સપનાઓ અને કર્યો ને પૂર્ણ કરવાની બાબત કોઈ મુશ્કેલ નથી. આ માટે યોગ્ય મહેનત ની જરૂર રહે છે.

આપણે ઘણા એવા પણ લોકો ને જોયા છે કે જેઓ પોતાના ભવિસ્યને લઈને ઘણું અલગ વિચારી રહ્યા હોઇ છે. પરંતુ તેમના જીવન કે પરિવાર ઉપરાંત સંજોગોમાં એવા ફેરફાર થઇ જાય છે કે તેઓ જીવનમાં અલગ જ સ્થાને પહોંચી જાય છે. આપણે અહીં એક આવી જ મહિલા વિશે વાત કરવાની છે કે જેમના સ્વપ્ન ભલે જુદા હતા પરંતુ તેમણે પોતાની મહેનત ના કારણે પોતાનું કર્તવ્ય અને પોતાનું પેશન બંને ને સારી રીતે પૂર્ણ કર્યું છે.

આપણે અહીં IPS ઓફિસર સીમાલા પ્રસાદ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના મોટા ભાગના યુવાનો માં નોકરીની પસંદ માં સૌથી પહેલી પસંદ સરકારી નોકરી ની હોઈ છે. આપણા દેશમાં અનેક લોકો સરકારી નોકરીઓ માટે તૈયારીઓ પણ કરતા હોઈ છે. આ તમામ પરીક્ષાઓ પૈકી યુપીએસસી ની પરીક્ષા ને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષા પાર કરવી દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આ પરીક્ષા પાસ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

જો કે જણાવી દઈએ કે આ મહેનત સીમાલા પ્રસાદે કરી છે. જો કે તેમની ઈચ્છા યુપીએસસી ની પરીક્ષા પાસ કરવાની કયારે પણ ના હતી. તેઓ બાળપણ થી જ એક્ટર બનવા માંગતા હતા. જો વાત તેમના બાળપણ અંગે કરીએ તો જણાવી દઈએ કે સીમાલા નો જન્મ 8 ઓક્ટોબર 1980 ના રોજ થયો હતો. તેમનો જન્મ મધ્યપ્રદેશના ભોપાલ માં થયો હતો. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે પોતાના સ્કૂલ નું ભણતર સેંટ જોસેફ કોઇડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

આ ઉપરાંત જો વાત તેમના કોલેજના અભ્યાસ અંગે કરીએ તો તેમણે સ્ટુડન્ટ ફોર એક્સીલેન્સ થી બીકોમ અને ત્યાર બાદ ભોપાલ ની બારકતુલ્લા યુનિવર્સીટી માંથી સોસ્યોલોજી નો અભ્યાસ કર્યો છે. તેઓ બાળપણ થી જ ભણવામાં ઘણા હોશિયાર હતા અહીં તેમને ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું. જો કે આપણે જણાવ્યું તેમ સીમાલા ને પહેલાથી જ એક્ટિંગ નો શોખ હતો. તેઓ પોતાના આજ શોખને ખાતર શાળા અને કોલેજના અનેક પ્રતિયોગિતા માં ભાગ લેતા હતા.

જો કે અમુક સંજોગ અનુસાર તેમનું આ સપનું પૂરું થઇ શક્યું નહિ. અને તેમણે પીએસસે ની પરીક્ષા આપીને ડીએસપી તરીકે ફરજ સાંભળી. આ પદ સાથો સાથ તેઓ યુપીએસસી ની પણ તૈયારી કરી રહ્યા હતા. અને પોતાની હોશિયારી અને મહેનત ના કારણે તેમણે આ પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી જો કે જણાવી દઈએ કે યુપીએસસે જેવી કઠિન પરીક્ષા પાસ કરવા માટે તેમણે કોઈ પણ કોચિંગ કે કોઈ પણ અન્ય વ્યક્તિની મદદને બદલે જાતે જ મહેનત કરી અને આવી અઘરી પરીક્ષા પાસ કરી.

અને હાલમાં તેઓ મધ્ય પ્રદેશ ના બૈતૂલ માં એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જો કે તેમણે ક્યારે પણ પોતાની અંગત ઈચ્છાઓ ને પોતાના કાર્ય વચ્ચે આવવા નથી દીધુ. તેઓ પોતાના પદ નું કાર્ય પણ સંપૂર્ણ નિષ્ઠા સાથે કરી અને આજે તેઓ દેશના એક સારા અધિકારી પૈકી એક છે, તેમના નામે મોટા ગુંડાઓ પણ ડરી ઉઠે છે. જો કે કહેવાય છે કે તમે જો કોઈ વસ્તુને સાચા માંથી માંગો અને તે વસ્તુ તમને ના મળે આ બાબત અશક્ય છે.

તેવી જ રીતે સીમાલા નું સપનું પણ પૂર્ણ થયું એક દિલ્હીના કાર્યક્રમ માં તેમની મુલાકાત ડાયરેકટર જૈગમ ઇમામ સાથે થઇ અને જે બાદ સીમાલાએ ફિલ્મ “અલીફ” માં કામ કર્યું આ ફિલ્મ વર્ષ 2016 માં ઓસ્ટ્રેલિયા માં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કવિસલેન્ડ માં બતાવવામાં આવી જે બાદ વર્ષ 2017 માં તે રિલીઝ થઇ આ ઉપરાંત સીમાલાએ વર્ષ 2019 માં વધુ એક ફિલ્મ “નક્કાશ” માં પણ કામ કર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!