Gujarat

રાજ્ય મા 77 IPSની એકસાથે બદલી, નિર્લિપ્ત રાય અને પ્રેમસુખ ડેલુ ની કયા બદલી કરવામા આવી ?

ગુજરાત મા ચુટણી આવી રહી છે એ પહેલા જ વિધાનસભા નુ સત્ર પુરુ થાય એ પહેલા જ ગુજરાત રાજય ના કુલ 77 IPS ની બદલી અને બઢતી કરવામા આવી છે જેમા 57 IPS ની બદલી જ્યારે 20 અધિકારીઓ ની બઢતી કરાઈ છે. 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે કેહવામા આવી રહ્યુ છે કે આગામી ચુટણી ને ધ્યાન મા રાખી ને આ બદલી અને બઢતી કરાઈ રહી છે.

જો અમદાવાદ ની વાત કરવામા આવે તો 6 ઝોનના ડીસીપીની બદલી થઈ છે 1 ડીસીપી રવિન્દ્ર પટેલની ભાવનગર SP તરીકે બદલી થઇ છે. ઝોન 1 DCP તરીકે ડો.લવીના સિંહને મુકવામા આવ્યા છે. ઝોન 2 DCP વિજયકુમાર પટેલની બદલી પાટણ SP તરીકે કરવામાં આવી છે અને ઝોન 2 DCP તરીકે જયદીપસિંહ જાડેજાને મુકવામા આવ્યા છે. ઝોન 3 DCP તરીકે સુશીલ અગ્રવાલને મુકવામા આવ્યા છે.

ઝોન 4 DCP રાજેશ ગઢિયાને ખેડા SP તરીકે મુકવામા આવ્યા છે. તેમની જગ્યાએ ઝોન 4 DCP તરીકે અમદાવાદ SOG ડીસીપી મુકેશ પટેલને મુકવામા આવ્યા છે. ઝોન 5 DCP અચલ ત્યાગીને મહેસાણા SP તરીકે મુકાયા છે અને ઝોન 5 DCP તરીકે બળદેવ દેસાઈને મુકવામા આવ્યા છે. ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુને જામનગર SP તરીકે મુકાયા છે અને તેમની જગ્યાએ ભગીરથસિંહ જાડેજાને ઝોન 7 DCP તરીકે મુકવામા આવ્યા છે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે મુકવામા આવ્યા છે.

જ્યારે ખુબ ચર્ચિત અને લોકપ્રિય ચહેરો નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરાઈ હતી. જ્યારે DYSPમાંથી પ્રમોશન મેળવી અને SPS બનેલા અધિકારીઓ જેમનું પોસ્ટીગ બાકી હતું તેમનું પણ આજે પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!