India

એન્ટીલાયા જેવા આલિશાન ઘરમાં રહેલ મુકેશ અંબાણીની દીકરી ઇશા રહે છે આવા ઘરમાં! સાસરીયું એવું મળ્યું કે પિતાનું ઘર પણ…

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં મોખરે છે. મુકેશ અંબાણીનું જીવન સાદગી ભર્યું છે, પરતું તેમના શોખ ખૂબ જ વૈભવશાળી છે. ભારતનું સૌથી આલીશાન અને કિંમતી ઘર તેમનું છે. એન્ટીલિયા જેવું ઘર વિશ્વમાં ક્યાંય તમને જોવા નહીં મળે.

આ જ ઘરમાં તેમનો પરિવાર રહે છે. આ ઘર સાથે તેમની અનેક યાદો પણ જોડાયેલ છે. હવે વિચાર કરો કે, આટલા વૈભવશાળી ઘરમાં રહેનાર ઈશા અંબાણી હાલમાં કેવા ઘરમાં રહેતી હશે?

જ્યારે મુકેશ અંબાણી આટલું વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, ત્યારે તેમની દીકરીના લગ્ન પણ એવા જ ઘરમાં કરવાનું વિચારે જે ખૂબ જ સુખી અને સંપત્તીવાન હોય. આખરે મુકેશ અંબાણી એ પોતાની વ્હાલસોયી દીકરીના.લગ્ન અજય પીરામલ દીકરા સાથે નક્કી કર્યા.

તેઓ ભલે મુકેશ અંબાણી જેટલા ધનવાન નથી પરતું તેઓ પણ વૈભવશાળી છે. પરીમલ અને ઇશા હાલમાં મુંબઈમાં ક્યાં ઘરમાં રહે છે અને આ ઘર કેવું છે, તેના વિશે અમે આપને જણાવીએ.


ઇશાના પિતા મુકેશ અંબાણીનો બંગ્લો ‘એન્ટીલિયા’ 4 લાખ સ્કેવર ફીટમાં ફેલાયેલો છે. જેમાં 27 માળ છે અને 600 કર્મચારીઓનો સ્ટાફ કામ કરે છે. ત્યારે લગ્ન પછી હવે તે કેવા ઘરમાં રહે એ જાણવું જરૂરી છે. ઇશા અંબાણીએ 12 ડિસેમ્બરના રોજઆનંદ પીરામલ લગ્ન કરેલ.

લગ્નબાદ એક રિપોર્ટ અનુસાર આનંદના માત-પિતા અજય અને સ્વાતિ પીરામલે બંગ્લો પોતાની ભાવિ વહુને ભેટમાં આપ્યો છે.આનંદ પીરામલ અને ઇશા અંબાણી લગ્ન પછી રૂ. 452.5 કરોડના ઓલ્ડ ગુલીટા બંગ્લામાં રહે છે. આ બંગલોનું નામ ‘ઓલ્ડ ગુલીટા’ છે.

 

આ 5 માળનો બંગલામાંથી દરિયા કિનારાનો નજારો નીહાળી શકાય છે. બંગલો 50 હજાર સ્કેવર ફીટમાં ફેલાયેલો છે. બંગલામાં ત્રણ બેઝમેન્ટ છે. જેમાં બે સર્વિસ અને પાર્કિંગ માટે છે. જેમાં પહેલાં બેઝમેન્ટમાં વોટર પૂલ, લૉન અને એક મલ્ટીપરપઝ રૂમ છે.

જેના પછીના માળ પર લિવિંગ અને ડાઇનિંગ હોલ છે. સાથેજ બેડરૂમ પણ છે. આ ઘરમાં અલગ અલગ ફ્લોર પર લોન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વન્ટ કાવર્ટર પણ છે. હાલમાં ઇશા આ આલીશાન બંગલામાં જ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!