Gujarat

મોટા વેપારી ને ત્યા રેડ કરતા 58 કરોડ કેશ અને 32 કિલો સોનુ મળ્યું; 260 અધિકારીઓએ 390 કરોડની બેનામી સંપત્તિ

હાલ ના સમય મા દેશ મા અલગ અલગ એજન્સી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવાનો સીલસીલો ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે ફરી મોટી રેડ મા ઘણીબધી બેનામી સંપત્તી મળી આવી છે આ રેડ મહારાષ્ટ્રના જાલનામાં ઈન્કમ ટેક્સ વિભાગે સ્ટીલ, કપડાના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલોપર પર રેડ કરી હતી જેમા મોટા પ્રમાણ મા સંપત્તિ મળી આવી હતી.

આ અંગે વિગતે વાત કરીએ તો આ રેડ મહારાષ્ટ્ર ના ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવા મા આવી હતી જેમા સ્ટીલ, કપડાના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલોપર પર રેડ કરી છે જેમા અઢળક બેનામી સંપત્તિ મળી હતી જેમા 58 કરોડ રૂપિયા કેશ, 32 કિલો સોનુ, ડામન્ડ અને ઘણી પ્રોપર્ટીઓના પેપર મળ્યા છે. અને કુલ બેનામી સંપત્તી 390 કરોડ જપ્ત કરવામા આવી હતી.

આ રેડ એટલી મોટી હતી કે ઈન્કમ ટેક્સે 1થી 8 ઓગસ્ટની વચ્ચે આ કાર્યવાહી કરી છે. જેમા 260 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત એટલા મોટા પ્રમાણ મા કેશ જપ્ત થયા હતા કે ગણવા માટે 13 કલાક નો સમય લાગ્યો હતો અને 120 ગાડીઓ નો ઉપયોગ થયો હતો.

ઈન્કમ ટેક્સ વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્ટીલ કંપનીના વ્યવહારમાં અનિયમિતતાઓ છે, તે પછી ઈન્કમ ટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું હતું. આઈટી ટીમે ઘર અને કારખાનામાં રેડ કરી હતી. જોકે ઘરમાંથી ટીમને કઈં જ મળ્યું નહોતું પરંતુ શહેરની બહાર ફાર્મફાઉસમાંથી કેશ અને સોના-હીરા સહિત ઘણા કાગળો મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!