Gujarat

55 દિવસથી જેલમાં કેદ લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, હાઇકોર્ટે પણ એવો નિર

થોડા સમય પહેલા ગુજરાતમાં માત્ર દેવાયત ખવડની ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે હાલમાં ફરી એકવાર ચોંકાવનારી વાત સામે આવી છે. તમને જાણીને આશ્ચય થશે કે, દેવાયત ખવડ જેલમાં હોવ છતાં પણ તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેવાયત ખવડે પોતાના બે સાગરીતો સાથે મળીને મયૂરસિંહ રાણા નામના યુવક પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ મામલે એ-ડિવિઝન પોલીસમાં દેવાયત ખવડ સહિત 3 સામ ગુનો નોંધાયો હતો. ઘટનાના 9 દિવસ સુધી ભૂગર્ભમાં ઉતર્યા બાદ દેવાયત ખવડે સાગરીતો સાથે 10માં દિવસે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ ખવડની ધરપકડ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ. દેવાયત ખવડે પોલીસ સામે સરેન્ડર કર્યા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા હતા.

તા 19મી ડિસેમ્બરે ફરી ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ લોકગાયક દેવાયત ખવડની નિયમિત જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

સમાં ચાર્જ શીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે તેવી હાઈકોર્ટ દ્વારા છૂટ પણ આપવામાં આવી છે. દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે ફગાવી દેવાતા ખવડે હાઈકોર્ટવા દરવાજા ખખડાવ્યા હતા. હવે હાઈકોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરતા ખવડની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!