50 વર્ષ જૂની પારંપરિક જાજરમાન જાન લઈને આવ્યા, શણગારેલા બળદગાડીમાં પોહચ્યાં વરરાજો અને જાનૈયા…
હાલમાં લગ્નનો માહોલ ચાલુ છે, ત્યારે દરેક લોકો પોતાની રીતે અતિ ભવ્ય લગ્ન યોજી રહ્યા છે. હાલમાં જ ઉકાણી અને ધોળકિયાનાં દીકરાના લગ્ન ખૂબ જ જાજરમાન રીતે યોજાયા હતા.અતિ ભવ્ય અને આધુનિકતા ને અનુરૂપ ડેકોરેશન ધરાવતા લગ્ન તો આપણે જોયા છે, પણ આજે અમે આપને એક એવા લગ્ન વિશે જણાવીશું જે ખૂબ જ અનોખો અને સદાગીરૂપ હતા છતાં પણ સૌ કોઇ માટે આ લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અત્યાર સુધી તમે લગ્ન જોયા તેમાં તમે આલીશાન ભવ્ય ગાડીઓ અને રથો જોયા હશે પણ હાલમાં જે ગુજરાતમાં લગ્ન યોજાયા એ ખૂબ જ અનોખા હતા.
હાલમાં જ ગુજરાતનાં સાવરકુંડલાના દિતલા ગામે એક એવા લગ્ય યોજાયા જેણે ફરી એકવાર પરંપરાની ઝાંખી કરાવી છે. કહેવાય છે ને કે પહેલાનાં સમયમાં જે રીતે લગ્ન થતાએ ખૂબ જ અતિ ભવ્ય થતા અને ત્યારે કોઈ વાહનો ન હતા પણ શણગારેલા બળદગાડીઓ હતી. આ જૂની પરંપરાઓને હાલમાં ગુજરાતનાં એક પરિવારે જીવંત કરી છે.આપણી પરંપરા. આપણા જુના રીતિ-રિવાજ. આપણો જુનો પહેરવેશ. આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે.
જે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવિને રાખી છે. આજની પેઢી માટે કાંઈક નવું જ હશે.સાવરકુંડલાના દીતલા ગામના છે. ડોબરિયા પરિવારે સતત 3 મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જુની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં લલિતભાઈ ડોબરીયાએ પોતાના પુત્રની જાન દીતલા ગામેથી નેસડી ગામ સુધી બળદગાડામાં જ કાઢી.
જરા આ જાનનો ઠાઠ જુઓ. બળદોની સાથે-સાથે ગાડા શણગારાયા છે. વરરાજા પણ ગાડામાં સવાર છે.અને જાનડિયું પણ સુંદર મજાના લગ્નગીત ગાઈ રહી છે.. કદાચ 50 વર્ષ જુની પરંપરા આજે તેમને જોવા મળી.જોકે આ રીતે પોતાની જાન ગાડામાં આવતા દુલ્હનની ખુશીનો પણ કોઈ પાર નહોતો. આજના સમયમાં સૌ કોઈ પોતાના લગ્નને અનોખા બનાવી રહ્યા છે, ત્યારે આ પ્રયાસથી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. આવી જાનનું સાક્ષી બનવું એક લ્હાવો છે.