એવુ તો શુ થયુ કે જામનગર મા રહેતો આખો પરીવાર લાપતા થય ગયો ? પોલીસ તપાસ મા જાણવા મળ્યુ કે
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોરોના કાળમાં અનેક લોકોની રોજગારી છીનવાઈ હતી અને દવાખાનાના ખર્ચાઓને લીધે અનેક પરીવારો ને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કોરોના બાદ પછી પણ ઘણા ધંધાઓ એ વાત છે કે છે બરોબર ચાલતા નથી અને લોકો આર્થિક નુકશાની ભોગવી રહ્યા છે. આવીજ કોઈ બાબત ના લીધે જામનગરમાં એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક પરિવારના સાત સભ્યો જનક લાપતા થયા છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર જામનગર મા શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યો એકસાથે છેલ્લા 10 દિવસથી લાપતા થઈ જતા ચકચાર મચી ગય છે. આ ઘટના ને પગલે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટના મા વધુ મા જણાવા મળ્યુ હતુ કે પરીવાર ના કુલ પાંચ સભ્યો લાપતા થયા છે જેમા પોલીસે ઘરે તપાસ કરતા ઘરે થી ટુટેલી હાલત મા ફોન અને સીમ મળ્યા હતા. જયારે પરીવાર હોટલ ના ધંધા સાથે સંકળાયેલો છે.
આ ઘટના ને પગલે સમગ્ર વિસ્તાર મા ચકચાર મચી છે સ્થાનીક લોકો ઑઆ જણાવ્યા અનુસાર પરીવાર હોટલ ના ધંધા સાથે સંકળાયેલા હતો જયારે પોલીસે સગા સંબંધી ઓ પાસે તપાસ કરતા માલુમ પડયું હતુ કે પરીવાર આર્થિક સંકળામણ થી પરેશાન હતો. આ પરીવાર અંગે પોલીસે પણ આ પરીવાર વિશે જાણ થાય તો તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે તેવો પોલીસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.આ ઘટના અંગે પી.આઈ એન. એ. ચાવડાએ જણાવ્યું હતું કે, ગોકુલ નગરમાં રહેતો એક પરિવાર ગુમ થયો છે. ત્યારે મોબાઈલ અને સીમકાર્ડ ઘરેથી તુટેલી હાલતમાં મળી આવ્યાં છે
ટેકનિકલ એનાલીસીસ અને સગા સંબંધીની પૂછપરછ કરવામાં આવી છે. તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે, આર્થિક સંકળામણના કારણે ઘરેથી ચાલ્યા ગયા છે. ત્યારે હાલમાં આ અંગે વધુ તપાસ ચાલુ છે. જયારે ગત 11 માર્ચ ના રોજ લાપતા થયેલા પરીવાર ના સભ્યો ના નામ અરવિંદભાઈ નિમાવત ઉં.વ 52 અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત ઉં.વ45 તેમજ તેમની દીકરી કિરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ26 અને દીકરો કરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ22.
