Gujarat

જામનગરની ભૂમિ પર શોર્યરાસ દ્વારા રાજપૂતો યુવાનોએ અનોખો રેકોર્ડ સર્જ્યો! 11 મિનિટ સુધી 5 હજાર યુવાને…

હાલમાં જ રાજપૂતો સમાજ દ્વારા એક અનોખું કાર્ય કરવમાં આવ્યું હતું.આ ઘટના ભાગ્યે જ બનતી હોય છે. વાત જાણે એમ છે કે,રાજપૂતોના શૌર્યરાસનો ડ્રોન નજારો જોવા મળ્યો. આ જામનગરની ઐતિહાસિક શહીદ ભૂમિ ભૂચરમોરીમાં વિશ્વરેકોર્ડ સ્થાપ્યો. આ શોર્યરાસમાં 5 હજાર રાજપૂત યુવાનેએ 11 મિનિટ સુધી તલવારથી કરતબ કર્યા હતા. ખરેખર આ ઘટના અવિશ્વનિય અને અકલ્પનિય લાગે પરંતુ આ હકીકત છે.

હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી ઐતિહાસિક શહીદભૂમિ ભૂચરમોરી ખાતે 31મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એકસાથે 5 હજાર રાજપૂત યુવાનોએ 11 મિનિટ સુધી શૌર્યરાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. યુવાનોએ તલવારથી કરતબ બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. એના ભાગરૂપે છેલ્લાં 30 વર્ષથી ભૂચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ શોર્યરાસ દ્વારા  “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન”માં સ્થાન મેળવવા બદલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

ભૂચરમોરીની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતાં ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે 5000 યુવાઓએ તલવારબાજીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો એ વાતની પ્રતીતિ કરાવે છે.

જામનગરના ધ્રોલ પાસે આવેલા ભૂચરમોરીના મેદાનમાં આશરે 400 વર્ષ પહેલાં લોહિયાળ જંગ ખેલાયો હતો. જામનગરના રાજવી જામસતાજી અને અકબરની સેના વચ્ચે ખેલાયેલું આ યુદ્ધ દેશના સર્વકાલિન મહાન યુદ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે. ભૂચરમોરીનું યુદ્ધ નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે લડાયું હતું.

આ રણસંગ્રામમાં જામનગરના કુંવર અજાજીએ પ્રાણોની આહુતિ આપી હતી. મુઘલોનાં માથાં વાઢતાં-વાઢતાં કુંવર શહીદ થયા. તેમના રાણી યુદ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનારા એ મહાન યુદ્ધનો એ દિવસે અંત આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!