જામનગર ના યુવાને એવી વાત ને લઈ ને જીવન ટુકાવી લીધુ કે જાણી ને આંચકો લાગશે ! પત્ની સાથે…
આજના સમયમાં વ્યક્તિ નાની એવી બાબતમાં અને મુશ્કેલીઓમાં માત્ર આત્મહત્યાનું પગલું જ ભરે છે. કહેવાય છે ને કે, જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ કેમ ન આવે પણ ક્યારેય હિંમત ન હારવી જોઈએ કારણ કે, જીવનની દરેક સમસ્યા પાછળ તેનું સમાધન પણ રહેલું જ હોય છે. હાલમાં જામનગર શહેરમાં એક એવો બનાવ બન્યો કે, જામનગર ના યુવાને એવી વાત ને લઈ ને જીવન ટુકાવી લીધુ કે જાણી ને આંચકો લાગશે.
આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગરની જીજી હોસ્પિટલમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા ફારૂકશા શામદારના પુત્ર ઇમરાનશાએ પોતાના જ ઘરમાં ચૂંદળી વડે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. જેથી ભારે અરેરાટી મચી હતી. પોલીસે શંકાસ્પદ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, ઇમરાનશા ફારુકશા શામદારને તેની પત્ની સાયનાવચ્ચે ફોન મૂકી સુઈ જવા બાબતે બોલાચાલી થતા ઇમરાનશાને ખોટું લાગી ગયું અને જામનગરમાં નવાગામ ખેડ ઈકબાલભાઈ સફિયાના મકાનમાં પંખાના હુકમાં ચાદર વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા જ તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
હાલમાં આ ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી છે, તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એવું તે શું કારણ હશે કે પોતાની પત્નીને ફોન મૂકીને સુઈ જવાનું કહ્યું હતું. આ બાબત અંગે હવે પોલીસ તપાસ દ્વારા સત્ય બહાર આવી શકે છે કે, આ ઘટના પાછળ શું રહસ્ય ખુલે છે કારણ કે કોઈ વ્યક્તિ આવી નજીવી બાબતે પોતાનો જીવ તો ન જ ત્યજી દે.