જામનગર ફરી શર્મસાર થયુ ! બજાર મા રંગરેલિયા મનાવતું કપલ CCTVમાં કેદ થયું ! વિડીઓ વાયરલ…
દિવસે દિવસે પ્રેમીઓ યુગલો પોતાના પ્રેમમાં એટલા મંત્રમુગ્ધ થઈ જાય છે કે, ક્યારેક ન કરવાનું કરી બેસે છે. હાલમાં જ એક આવી ઘટના બની જે ખૂબ જ શરમજનક છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગર શહેરમાં ચાંદીબજાર બુગદામાં બે પ્રેમી યુગલો રંગ રેલીયા કરતા ઝડપાયા. વાત જાણે એમ છે કે, રોજ મોટાભાગના વેપારીઓ પોતાની દુકાન બંધ રાખતા હોય છે ત્યારે આનો લાભ લઈ એક મહિલા અને પુરુષ બુગદામાં સરા જાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતાં કેમેરામાં કેદ થયા હતા.
આ ઘટનાઓને લીધે વેપારીઓ શરમજનક સ્થતીમાં મુકાય છે તેમજ આ ઘટનાને લઈને રોષે ભરાયા છે. હાલમાં થોડે દિવસે જ એક આધેડે સગીરાને ફોસલાવી શારિરીક અડપલા કર્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ હાલમાં ફરી આ કપલનો વીડિયો વાયરલ થયો છે. આ વાંધાજનક સ્થિતિનો આવી ઘટનાને લીધે ચાંદીબજારમાં સુરક્ષા અંગેના સવાલો ફરી એકવાર ઊભા થયા છે.
રવિવારે તેમજ રાત્રે જાહેર બજારને બાદ કરતા અત્રેનો વિસ્તાર સુમસામ બની જાય છે. ત્યારે ગત માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં સુમસામ માહોલનો લાભ લઇ એક યુગલ અત્રેના બુગદામાં પ્રવેશે છે અને કેમેરા સામે જ આપત્તિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની શરૂ કરી દીધી હતી. ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એ બાદ આનો વીડિયો હાલ વાયરલ થતા ચાંદીબજારના વેપારીઓ સહિતમાં ભારે ચકચાર જાગી છે.
આ વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થતા શહેરભરમાં આ યુગલ કોણ છે તેના વિશે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે તેને લઈ ચર્ચા ચાલી રહી છે. તેમજ આ યુગલને લઈ વેપારીઓ સહિત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા યુગલ તો બીજી બાજુ સુરક્ષાનો સવાલ પણ ઊભો થયો છે. નવાઇની વાત તો એ છે કે આ વિસ્તારમાં રહેણાક મકાનો પણ આવેલાં છે. ત્યારે આપતિજનક સ્થિતિમાં યુગલ સીસીટીવીમાં કેદ થતાં આજુબાજુ પરિવારજનો પણ ક્ષોભભરી સ્થિતિમાં મુકાઇ ગયાં છે. ખરેખર આ ઘટના અતી શરમજનક છે.