Gujarat

પ્રેમસુખ ડેલુએ આ જીલ્લા SP તરીકે ચાર્જ સંભાળ્યો ! ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી સન્માન કરાયુ, જુવો તસ્વીરો

હાલમાં જ ગુજરાત રાજ્ય સરકારે 77 આઈપીએસની બદલી તેમજ બઢતી કરી છે. ત્યારે અનેક શહેરોના અધિકારીશ્રીઓ ની બદલી અને તેમની નવા શહેરમાં નિમણૂક થતા શહેરિજનોએ વિદાય અને સ્વાગત કર્યું છે, ત્યારે આ બંને પ્રસંગોની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ્યારે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગર શહેરમાં યુવા અને પ્રતિભાશાળી તેમી કડક અધિકારીની છાપ ધરાવનાર નવા SP ચાર્જ સંભાળ્યો છે.

ત્યારે જામનગર શહેરનાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ જીલ્લા SP તરીકે ચાર્જ સંભાળતા! ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી સન્માન કરાયુ હતું.વર્ષ 2016ની બેચના IPS પ્રેમસુખ ડેલુંને અમદાવાદ ઝોન-7ના ડીસીપીમાંથી જામનગરના SP તરીકે નિમણૂંક થતા IPS પ્રેમસુખ ડેલું અમદાવાદમાં બુટલેગરના બંગલા પર બુલડોઝર ફેરવી પોલીસની ધાક બેસાડીને રાજ્યભરમાં ચર્ચામાં આવ્યા હતા.

જામનગર ખાતે પત્ની સાથે આવી પહોંચેલા પ્રેમસુખ ડેલુંને એસપી કચેરીએ પૂર્વ ઇ.એસ.પી નિતેશ પાંડે સહિત પોલીસ અધિકારી દ્વારા આવકારવામાં આવ્યા હતા.મીડિયા સમક્ષ એસપીએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જામનગરમાં ખૂબ જ સારી રહેશે તેવી પણ ખાતરી આપી હતી. ખરેખર હવે જામનગરમાં ભૂમાફિયાનો આતંક થોડો-થોડો જોવા મળી રહ્યો છે અને બુટલેગરો તેમજ લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે.

હવે નવા એસપી ચાર્જ સંભાળતા કેવા બદલાવો આવે છે, તે જોવાનું રહ્યું તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે લતેમજ શહેરમાં મહિલાઓ માટે ખાસ કરીને સુરક્ષાની કાળજી રાખવામાં આવશે.એસપી જણાવેલ કે જામનગરમાં કોઈ પણ ગુનાહિત કૃત્ય કરશે તેની ખેર નથી. જામનગરમાં ખનીજચોરી, વ્યાજખોરી, દાદાગીરી, માથાભારે શખ્સો, જમીન પચાવી પાડવી, શહેરમાં ધૂમ બાઈક ચલાવતા રોમિયો અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે કડક પગલાં લેશે.

ખાસ વાત એ કે તેમણે જણાવેલ કે,જામનગરના કોઈ પણ નાગરિક માટે મારી ઓફિસ તેમજ ઘર 24 કલાક સેવા માટે ખુલ્લું છે. લોકો ગમે ત્યારે મારી પાસે વિના સંકોચે રજૂઆત કરવા આવી શકે છે અને ગમે તે સમયે લોકો ડર્યા વગર મને રજૂઆત કરી શકે છે. હું લોકોને ભરોસો આપું છું કે જામનગરના નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો નહીં કરવો પડે અને જામનગર શાંતિમય વાતાવરણમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!