જામનગરમા રખડતા ઢોરે વધુ એક વૃધ્ધ નો જીવ લઈ લીધો ! બાજુમા ઉભેલો વ્યક્તિ બચાવવા ની હિમ્મત ના કરી શક્યો, જુવો વિડીઓ
આજકાલ રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે તેઓ આસપાસ રહેતા લોકો અને વ્યક્તિઓને પણ તકલીફ પહોંચાડે છે, અને તેઓ આજુબાજુ કંઈ જ ન જોતા કોઇપણ રીતે શીંગડા મારી દે છે, અથવા તો માથા મારીને તે લોકોને ઇજા પહોંચાડે છે. આમ તેવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો હતો. જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને તેના કારણે રવિવારે શહેરમાં રખડતા એક પશુએ એક વૃદ્ધને અડફેટમાં લઇ લીધા હતા.
આમ તે વૃદ્ધ અડફેટમાં આવી જતા જ તે મૃત્યુ પામ્યા હતા અને આગળ પણ શહેરમાં ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં આ રખડતા ઢોરોના કારણે જ ઘણી બધી દુર ઘટનાઓ પણ બની છે. પરંતુ હજુ પણ આ સમસ્યાઓનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ચાંદી બજાર વિસ્તારમાં એક આધેડ છે જેમનું નામ ભરતભાઈ બોસમીયા છે અને તેમને રસ્તે રખડતા ઢોરે અડફેટમાં લઇ લેતા જ તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા, અને તેમને સારવાર અર્થે મોકલવામાં આવે તે પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.
જામનગરનો પોશ વિસ્તાર ગણાતો એવો ચાંદી બજાર ત્યાં રહેતા ભરતભાઈ પોતાના ઘરેથી બહાર બજાર માં જવા માટે નીકળ્યા હતા અને તે જ વખતે તેમના ઘરની પાસે જ એક રખડતા ઢોર એ તેમને અડફેટમાં લઇ લીધા હતા, અને તેમને માથાના ભાગે ખૂબ જ ઇજા પહોંચાડી હતી. આમ તેમને એટલી બધી ઈજા પહોંચી હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.
આ વૃદ્ધ જ્યારે બજારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને રખડતા ઢોરે જ્યારે અડફેટમાં લઇ લીધા હતા તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને તેના સમગ્ર ફૂટેજ જ્યારે સામે આવ્યા હતા ત્યારે લોકો તે ફૂટેજને જોઈને ખૂબ જ ગભરાઈ ગયા હતા. અને આમ બે દિવસ પહેલા જ આ શહેરમાં એક રખડતા ઢોરે બીજા એક વૃદ્ધને પણ અડફેટમાં લઇ લીધા હતા, અને તેમને અમદાવાદ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે તેમની સારવાર ચાલી રહી છે. આમ હવે ફરીથી બીજો એક કિસ્સો સામે આવ્યો અને તેમાં એક વૃદ્ધને રખડતા ઢોર એ મોતને ઘાટ ઉતારી દીધા છે, ત્યારે શહેરીજનો ખૂબ જ ગુસ્સામાં આવી ગયા છે.
જામનગરમાં રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા મોત pic.twitter.com/vQwaugY4U5
— ABP Asmita (@abpasmitatv) June 13, 2022
