Gujarat

જામનગરમાં પહેલીવાર વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા, લોકો જોવા ઉમટ્યા

ખરેખર હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અનેક દંપતીઓ પ્રભુતામાં પગલાં મળ્યા છે.ખરેખર લગ્ન એક એવો પ્રસંગ છે જે ખૂબ જ ધામધૂમપૂર્વક અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ખરેખર એમા પણ હાલનો સમયગાળો એટલા માટે યાદગાર છે કારણ કે બે વર્ષ પછી આખરે લગ્ન ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યા છે. ત્યારે આનાથી વિશેષ બીજું શું હોય શકે. હાલમાં જ એક એવા લગ્ન યોજાયા જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડીયાણા ગામમાં હેલિકોપ્ટરમાં વરરાજાની ન આવતા લોકો સૌ પ્રથમ હેલિકોપ્ટર જોઈ આશ્ચર્યચકિત થયા હતા. ખરેખર આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. આજના સમયમાં સૌ કોઈ અલગ અલગ રીતે ધમાકેદાર એન્ટ્રી કરતા હોય છે, ત્યારે આ દ્રશ્ય જોઈને સૌ કોઈનું હૈયું પણ ચોંકી ઉઠે એવી રીતે લગ્ન ઉજવવામાં આવે છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સતવારા સમાજના પરમાર પરિવારને ત્યાં હરખનો અવસર છે. 21 નવેમ્બર, 2021ના મૂળ હડિયાણા ગામના વતની અને હાલમાં કાંદિવલી પશ્ચિમ. મુંબઇ નિવાસી સ્વ. વર્ષાબેન તથા  હેમરાજભાઈ પિતામ્બરભાઈ પરમારની સુપુત્રી પ્રિયાના શુભ લગ્ન મૂળ ગામ ચેલાના વતની અને હાલમાં ભીંવડી, મુંબઇ નિવાસી મંજુલાબેન તથા  વસંતભાઈ હંસરાજભાઈ નકુમના સુપુત્ર નિખિલ સાથે સંવત 2078 કારતક વદ- 2ને રવિવારના રોજ હડિયાણા ગામે શ્રી સતી માતાજીના મંદિરે રાખવામાં આવ્યા છે.

આમ પણ કહેવાય છે ને કે, મુખ્યત્વે લગ્ન ની જાન આવે ત્યારે વરરાજો ઘોડી પર અથવા તો ગાડીમાં બેસીને આવે છે પરંતુ હાલમાં આ યોજાયેલ લગ્નમાં વરરાજોસવારના 8 વાગ્યે વરરાજા પોતાના વતન ચેલા ગામેથી હેલિકોપ્ટરમાં જાન લઈને આવી પહોંચ્યા હતા.આ લગ્ન કોઈ  પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલમાં નહીં પણ શ્રીકાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની વિશાળ જગ્યામાં હેલિપેડ ખાતે આ હેલિકોપ્ટરની જાન લેન્ડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!