મિત્રનુ મોત થતા જીગર જાન મિત્ર એ પણ આપઘાત કરી લીધો ! બે પાનાની સ્યુસાઈડ મા જણાવી અંતિમ ઈચ્છા..
હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં સતત આપઘાત ના બનાવો બની રહ્યા છે જ્યારે ખાસ કરીને મોટા શહેરોમાં પણ આપઘાતના બનાવો વધારે બની રહ્યા છે. જેમા પતિ પત્ની અને પ્રેમી ઓ ના આપઘાત ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલ જ જામનગર મા અલગ જ પ્રકાર નો કિસ્સો સામે આવ્યો છે. જેમા પોતાના જીગર જાન મિત્ર ના મોત થી દુખી થયેલા મિત્ર એ આપઘાત કરી લીધો છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો જામનગર જીલલાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મોહિત જગદીશભાઈ ભટ્ટ નામના 23 વર્ષના યુવાને પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ની જાણ મોટાભાઈ યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો લીધો હતો અને તપાસ હાથ ધરી હતી.
જયારે પોલીસ તપાસ મા પોલીસ ને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને આ સ્યુસાઈડ નોટ મા આપઘાત કરવાનું કારણ આવ્યુ હતુ. સ્યુસાઈડ નોટ મા પોતાના મિત્ર સિક્કામાં રહેતા ધવલ જયેશભાઈ રાવલ કે જેણે પોતાને કામ ધંધો ન મળતાં ગત 7મી તારીખે આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી પોતે ગુમસુમ રહેતો હતો અને તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે જયારે આ બાબતે હાલ વધુ તપાસ ચાલું છે.
માહીતીએ બે પાના નો સ્યુસાઇડ નોટ લખી હતી જેમા તેણે લખ્યું હતુ કે જયેશના મોતની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો. વધુમાં તેણે લખ્યું છે કે, મહાદેવ મામા તમને બધાને મુકીને જાવ છુ.’હવે મારાથી રહેવાતુ નથી, મારા જીગરી’, કંઈ ભુલ થઈ હોય તો માફ કરજોમારા મમ્મીનું ધ્યાન રાખજો બસ. સાથે જ લખ્યું છે કે, પપ્પાએ મને શીખવ્યુ છે કે કોઈનો સાથ છોડવો નહીં અને ધવલ તો મારો જીવ હતો, જીગર જાન હતોએના વગર તો બધુ નકામુ, આવજો…
આ ઉપરાંત મોહીતે પોતાની સ્યુસાઇડ નોટ ભા એક પોતાની અંતિમ ઈચ્છા જણાવતા લખ્યુ હતુ કે “મારી એક ડ ઈચ્છા છે કે જો તમારા થી થાય તો પુરી કરજો મારા ને ધવલ ના ફોટા જ રહેવા જોઈએ મારા વારા રુમ મા……..”ધવલ ના મોત બાદ તેના પરમ મિત્ર મોહીત નુ પણ મોત થતા બન્ને પરિવાર મા હાલ શોક નુ મોજુ ફરી વળીયું છે.