જામનગર ના એસ.પી પ્રેમસુખ ડેલુ એક્શન મુડ મા ! દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા સામે….
જામનગર શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરીને યોગ્ય પગલાંઓ લીધા છે, જેથી કરીને શહેરમાં શાંતિ જળવાઈ રહે. ખાસ કરીને તો શહેરમાં દારૂ અને જુગાર પર ઘોસ બોલાવવામાં આવી છે.એસ.પી પ્રેમસુખ ડેલુ જામનગરમાં દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે તેમજ શહેરમાંથી દારૂ જુગાર અને અસામાજીક પ્રવૃતિ સંપૂર્ણપણે બંધ કરવાના પ્રયાસ સાથે કામગીરી શરૂ કરી છે.
એસ.ઓ.જી પોલીસને દારૂ, જુગાર અંગે કોઈપણ માહિતી મળે તો એલસીબી પોલીસને જાણ કરી અને એલસીબી સ્ટાફને સાથે રાખીને કાર્યવાહી કરવા પણ જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હાલના જ થોડા સમય પહેલા જ જુગાર પર રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એલસીબી પોલીસ દ્વારા શહેરમાં કાલાવડ નાકા બહાર સનસીટી વિસ્તારમાંથી ઘોડીપાસાની કલબ ઝડપી પાડી હતી.
નશીલા પદાર્થ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર વિરૂદ્ધ કામગીરી સાથે સાથે દારૂ-જુગાર સહિત અસામાજિક ગેર પ્રવૃત્તિ કરનાર સામે પણ કાર્યવાહી કરવાની વધુ જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ સંપૂર્ણ પણે અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
તેમજ એસ.ઓ.જી પોલીસને પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. એસ.ઓ.જી પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરીકે ઓળખાવામાં આવે છે . એલસીબી પોલીસ એટલે કે લોકલ ક્રાઈમ બ્રાન્ચને ગુના ડિટેકશન, મિલકત સંબંધી ગુના, દારૂ, જુગાર, જાલી નોટોની મુખ્ય કામગીરી કરવાની હોય છે.
