Gujarat

પ્રેમસુખ ડેલુનો સપાટો ! ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા પોલીસ વડાએ એવો નિર્ણય લીધો કે પોલીસબેડા મા જ ખળભળાટ મચી ગયો… જાણો વિગતે

હાલમાં જ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જામનગર શહેરના સીટી.બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામા આવ્યા હતા જેથી કરીને આ ઘટનાને લઈને તાત્કાલિક જ પ્રેમસુખ ડેલુ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યા કે પોલીસબેડામાં જ ખળભળાટ મચી ગયો છે. જ્યારે તમે આ ઘટના અંગે જાણશો ત્યારે તમે પણ ચોકી જશો.

આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી જાણીએ કે, આખરે બનાવ શું બન્યો હતો અમે પ્રેમસુખ ડેલું એ એવો તે શું ત્વરિત નિર્ણય લીધો કે ચારોતરફ તેની ચર્ચા થઈ રહી છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીરાસિંહ ભીખુભાઈ ઝાલાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા.આ જ કારણે તે અંગેની તપાસ કર્યા પછી.જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શનમાં આવી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ ઉપરાંત સીટી-એ ડિવિઝનના બે પોલીસ કર્મચારીઓની તાકીદે બદલી કરી દેવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે,
પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીખાલાલ પરમાર તેમજ પોલીસ ડ્રાઇવર શૈલેન્દ્રસિંહ ભીખુભા જાડેજા કે જે બંનેને પોલીસ હેડ ક્વાર્ટર અને એમ.ટી. સેક્શનમાં બદલી કરી દેવામાં આવી છે.

પી.એસ.આઇ ડી.પી. ચુડાસમાની પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના જિલ્લાના અન્ય પાંચ પી.એસ.આઇ.ની ફેર બદલી કરાઈ છે. જેમાં ધ્રોલના પીએસઆઈ એમ.એન. જાડેજાની સીટી બી. ડિવિઝનમાં બદલી કરાઈ છે. જ્યારે પીએસઆઇ યુ. કે. જાદવને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યાં છે. કાલાવડના પી. એસ. આઇ. વાય. આર. જોશીની શેઠ વડાળા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

જ્યારે શેઠવડાળાના પીએસઆઇ કે.વી. ઝાલા ની પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ છે. પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એમ. આર. સવસેતાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યાં છે.જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં તાજેતરમાં વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને મોટા પાયે ખનિજ ચોરી પકડી પાડી હતી. જેની અસર પોલીસ તંત્રમાં જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!