Gujarat

જન્માષ્ટમી પહેલા જ મોતનો માતમ છવાયો! નવસારીમાં કાર રિવર્સ લેતા કાર ખાડીમાં ખાબકતા વાહન ચાલકનું થયું મોત…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસે ને દિવસે રોડ અકસ્માતના અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયી છે.હાલમાં આવો એક બનાવ બન્યો છે જેનાં વિશે જાણીને તમારું હૈયું કંપી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારીના આદર્શ નગર વિસ્તારમાંથી ખાડી પસાર થાય છે ત્યારે એક વાહન ચાલક પ્રકાશ હળપતિ ત્યાંથી પસાર થતો હતો.

જેમાં તેને ખાડીમાં રસ્તો હોવાનું ભ્રમ થતા ગાડી રિવર્સ લેતી વખતે ઇનોવા કાર ખાડીમાં ખાબકતા તેમાં ફસાઈ ગઈ હતી.આ ઘટના ની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિકોએ ભેગા થઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનોએ તાત્કાલિક કારને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ચાલક 50 વર્ષીય પ્રકાશ હળપતિ નું ડૂબી જવાથી મૌત નિપજ્યું હતું. આ ઘટના અગે વિગતવાર માહિતી જાણીએ તો સૂત્ર મુજબ જાણવા મળ્યું છે.

મૃતક પ્રકાશ હળપતિ ચાલકે પાણી વચ્ચે રસ્તો હોવાનું માની લઈ ઇનોવા કાર ખાડી માં ઉતારી.આ કારણે આવી દુઃખદ ઘટના બની ગઇ હતી. કાર ખાબકવાની ઘટના ને પગલે ફાયર ફાયટરોએ રેસ્ક્યુ ઓપરેશન હથધર્યું હતું.જેમાં ખાડી માંથી એક મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.આ અકસ્માતની ઘટનાને પગલે પ્રાંત અધિકારી સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

કાર રાકેશ પટેલની માલિકી હતી જેમાં પ્રકાશ હળપતિને થોડા દિવસો માટે કાર ચલાવવા માટે આપી હતી જેમાં અકસ્માત થયો હતો.અકસ્માતથી કારને નુકસાન થયું હતું. મૃતકના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!