Gujarat

લગ્નના બીજા દિવસે પૂર્વ પ્રેમીએ પ્રેમિકાની નજર સામે પતિની હત્યાં કરી! મહિલાએ જણાવી કરુણદાયક વાત, કહ્યું કે વચ્ચે ગઈ તો…

જસદણમાં પ્રેમીએ પોતાની પ્રેમીકાને લગ્નનાં બીજા દિવસે વિધવા બનાવી! પ્રેમિકાની સામે તેના પતિની કરપીણ હત્યા કરી. ક્યારે શું ઘટના બને એ કોઈ નથી જાણતું. વાત જાણે એમ છે કે આવી ઘટના જસદણ તાલુકમાં રહેતા કમલેશભાઈ ને તેમના પત્ની કોમલબેન સાથે બની હતી. કમલેશભાઈના લગ્નને માંડ એક દિવસ થયો હતો. પરિવાર નવી વહુની આગતા-સ્વાગતમાં પડ્યો હતો, પરંતુ લગ્નના બીજા જ દિવસે બાદ જ કમલેશભાઈની ઘરમાં જ ઘાતકી હત્યા કરી નાખી હતી.

આ ઘટના અંગે અમે આપને વધુ વિગત જણાવીએ કે, આખરે બનાવ શું બન્યો હતો. તમને જાણીને આશ્ચય થશે કે આ હત્યા કોમલબેનના પૂર્વ પ્રેમીએ કરી હતી. હત્યા શા માટે કરવામાં આવી અને તેનું કારણ વિગતવાર જાણીએ.નવાગામ ગામે રહેતા 32 વર્ષીય કમલેશ મોહનભાઇ ચાવડાના લગ્ન 15 ઓગસ્ટે થયા હતા અને બનાવ એવો બન્યો કે, તેમના પત્નીના પ્રેમીએ તેમના ઘરે જ હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ હત્યારા આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારે યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

બાદમાં પોલીસે જૂનાગઢથી આરોપીની અટક કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. મૃતકની પત્ની અગાઉ આરોપી સાથે લિવ-ઇનમાં પણ રહી હતી. જોકે આરોપી પહેલેથી જ પરિણીત હોવાનું બહાર આવ્યું હતું. ‘આરોપી વડલી ગામનો જ છે. યશવંત ઉર્ફે અશ્વિન મકવાણા બે છોકરાનો બાપ છે. તે કોમલબેનને અવારનવાર ધમકી આપતો કે, તારા ભાઈને મારી નાખીશ અને તારા પરિવારને હેરાન કરી નાખીશ. તારી જિંદગી ખરાબ કરી નાખીશ. આ જ કારણે કોમલ બેન પરિવારની ચિંતા કરી પોતાનું જીવન બગાડી યશવંત સાથે ભાગી ગયેલ.

કોમલબેન પૂર્વપ્રેમી સાથે મુંબઈમાં અલગ અલગ જગ્યામાં રહેતા હતા પરતું યશવંત કોમલ બહેન સાથે ઝઘડા કરતો અનવ એક દિવસ કામ કરે અને 10 દિવસ ઘરે રહે એવું કરતો. તેનો ત્રાસ વધી ગયો અને મારવા લાગ્યો હતો.જેથી તેમને બીજા લગ્ન કર્યા. આખરે 16 ઓગસ્ટ યશવતે કોમલમાં પતિની ઘરે જ જઈને જ કોમલબહેનની સામે જ હત્યા કરી નાંખી હતી. કમલેશ ભાઈ પાણી પીવા બહાર નીકળ્યા હતા ત્યાં જ આરોપીએ તેમને ઝડપી લીધેલ. સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, તેમના જીવનનો અંત આવી રીતે આવશે

કમલેશભાઈના અગાઉ લગ્ન થયેલા હતા. જોકે બંનેનો મનમેળ નહોતો એટલે છૂટાછેડા લઈ લીધા હતા અને કોમલબેન સાથે જીવનની નવી શરૂઆત થતા પહેલા જ મોતને ભેટ્યા.પરિવારે ન્યાયની માંગણી કરી છે કે આરોપીને યોગ્ય સજા થાય.કોમલ બહેનનું માનવું છે, કે એ વ્યક્તિ પહેલા પણ ખુલ્લે બજારમાં હાથમાં છરી લઈને મને મારા માનવતર ને ત્યાં મુકવા આવેલ અને મારું જીવન બગડવાનું કહેલું અને તેને મારા ભાઈને મારી નાખવાની ધમકી આપેલ. એને સજા નહિ થાય તો મારા પરિવારને ખતમ કરશે. હાલમાં પોલસી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

આ દુઃખદ ઘટના અંગે કોમલ બેન આપવીતી જણાવેલ. અમે મારા જેઠના ઘરે બેઠાં હતા. ત્યાંથી અમે બંને આવીને ઘરે બેઠાં જ હતાં. ઘરનો દરવાજો પણ બંધ હતો. કમલેશ પાણી પીવું છે એમ કહીને બહાર નીકળ્યા. એ જેવા બહાર નીકળ્યા એવા જ આરોપીએ એમને પકડી લીધા અને એમના મોઢે મૂંગોવાળી દીધો. મને ખબર પડી એટલે મે ઘણી બચાવવાની કોશિશ કરી તો એણે મને ધક્કો મારી ઘા કરી.

એટલે હું બૂમો પાડવા લાગી કે ‘દોડો, દોડો.’ હું એમ પૂછતી હતી કે કોણ છો? કોણ છો? મૂકી દો. એમ બૂમો પડતી હતી. ત્યારે મેં એને જોયો હતો. એ યશવંત જ હતો. એ જ વ્યક્તિએ મારા ઘરવાળાનું ખૂન કર્યું છે એણે આખી જિંદગી સજા મળવી જોઈએ. એ જેલમાંથી કોઈ દિવસ છૂટવો ન જોઈએ. અહીયાં મારા જેઠ એકલા છે, ત્યાં મારો ભાઈ એકલો છે. એ છૂટો થશે તો મારા પરિવારના તમામ વ્યક્તિને મારી નાખશે. એ ક્યારેય છૂટવો જોઈએ નહીં. એને ફાંસીની સજા મળવી જોઈએ.’ આટલી વાત કરતાં જ કોમલબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!