પાંચ વર્ષના માસુમ બાળકના હત્યાકાંડ મા નવો ખુલાસો થયો ! આ કારણે પોતાની જ કાકી એ હત્યા કરી હતી.
હરીયાણામા અત્યારે જો કોઈ કિસ્સાની વધારે ચર્ચા થઈ રહી હોય તો એ છે એક માસુમ યશની હત્યા.જશને તેની જ કાકી એ ગળુ દબાવીને હત્યા કરી હતી.ત્યારથી બધા એ જાણવાનો પ્રય્તન કરી રહ્યા છે કે કાકી અંજલી અને યશ વચ્ચે એવી તો શુ દુશ્મની હતી કે તેણે નિર્દોશ યશની હત્યા કરી નાખી. શું આ ક્રુત્ય કરતા પહેલા તેને એક વાર પણ વિચાર નહી આવ્યો હોય ?
હવે અંજલિએ પોતે જ પોલીસને આ તમામ સવાલો ના જવાબ આપ્યા છે. અંજલિએ પોલીસને આપેલા આવેદન તેણે એ બધુ જણાવ્યુ છે કે ઘટનાના દિવસે શું બન્યુ હતુ અને તેણે આ ઘટના ને કઈ રીતે અંજામ આપ્યો હતો એ બધુ તેણે વિગતવાર જણાવ્યુ છે. તે બેડ પર સુઈ ને સીઆઈડી જોવા લાગી અને આદમ્યાન તેણીની પાસે ચાર્જર હતુ. સીઆઈડી જોતી વખતે તેને અચાનક ગુસ્સો આવી ગયો અને મોબાઈલ જોતા જોતા ચાર્જરના કેબલ વડે તે જશનુ ગળુ દબાવવા લાગી આ જોઈને જશ જોરથી બુમો પડવા લાગ્યો ત્યારે અંજલિ ગભરાઈ ગઈ અને તેણે ચાર્જરનો કેબલ ઢીલો કરી નાખ્યો અને તેણીએ વિચાર્યુ કે હવે જશ આ વાત ઘરે બધાને કહી દેશે તો પરિવારના બધા સભ્યો તેને મારી નાખશે.
આવુ વિચરીને અંજલિએ ફરીથી ચાર્જરના કેબલ વડે જશનુ ગળુ દબાવવા લાગી.અને અંજલિએ યશનો જીવ લઈ લીધો.પછી અંજલિએ પોલીસને જણાવ્યુ કે હવે તેને આ કામનો ખુબ પસ્તાવો થાય છે.તેને એ સમજાતુ નથી કે આ બધુ એના હાથે કેવી રીતે થઈ ગયુ ? ઘણા સમય સુધી અંજલિએ જશના મૃતદેહ ને બેડ પર મૂકી દીધો હતો. જશના પરિવાર સાથે રાજેશની દુશ્મનાવટ ચાલી રહી હોવાની તેને જાણ હોવાથી તેણે જશના મૃતદેહ રાજેશના ટેરેસ પર મુક્યો હતો. અંજલિ કહે છે કે જો તેના ઘરે સીડી હોત તો તેણે જશનો મૃતદેહ પોતાના ટેરેસ પર રાખ્યો હોત અથવા મૃતદેહને બેડની અંદર રાખ્યો હોત.
અંજલિએ આ હત્યા એવી રીતે કરી હતી કે તેને કોઈ પણ પ્રકારનો ડર પણ નહોતો. તેણે જશના સંબંધીઓને પણ એ જ પલંગ પર બેસાડીને ચા નાસ્તો કરાવ્યો હતો. અંજલિએ તેના ઘરના કોઈ સભ્યને ખબર પણ ન પડવા દીધી કે તેણે આટલું મોટું પગલું ભર્યું છે. અંજલિએ સાંભળ્યું હતુ કે આરોપી ફિંગરપ્રિન્ટ્સથી પકડાશે, જેના પર તે તેના પતિ વિકાસને વારંવાર કહી રહી હતી કે તેના ફિંગરપ્રિન્ટ્સ આવશે. અંજલિ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી, તેથી કોઈને શંકા નહોતી કે અંજલિ આ હત્યા કરી શકે છે.
