Gujarat

લગ્ન ના પાંચ દિવસ પહેલા જ જવાન ની અર્થી ઉઠી ! શહીદ થતા દુલ્હને કીધું કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક જવાનો દેશની સરહદ પર દેશની સેવા માટે તૈનાત રહે છે. ત્યારે હાલમાં જ એક જવાને પોતાના જીવનને માણ્યા વગર જ પોતાનો જીવ ગુમાવી દીધો. પરિવારમાં લોકો લગ્નની તૈયારિઓ કરી રહ્યા હતા અને બીજી તરફ જવાનનાં ભાગ્યમાં લગ્નની વરમાળા નહિ પણ શહીદીના પુષ્પો જ લખ્યા હતા. હાલમાં જ જાણવા મળ્યું કે લગન પહેલા જ એક જવાનું નિધન થઈ ગયું.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, છત્તીસગઢમાં સીઆરપીએફની બસ્તરિયા બટાલિયનના એક જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જવાન વિજય મરાપલ્લીની ઉંમર 25 વર્ષની હતી. 24 ફેબ્રુઆરીએ બીજાપુરમાં જ તેના લગ્ન થવાના હતા. લગ્નના પાંચ દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ વિજય મારાપલ્લીનું અવસાન થયું હતું. 17 ફેબ્રુઆરીના રોજ રોડ અકસ્માતમાં તે ઘાયલ થયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. વરરાજાના પરિવારની સાથે દુલ્હનના ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બીજાપુરના કેસાઈ ગુડા ગામના રહેવાસી વિજય મારપલ્લી સીઆરપીએફની બસ્તરિયા બટાલિયનના બાસાગુડા કેમ્પમાં તૈનાત હતા. 24 ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન માટે તે 3 ફેબ્રુઆરીથી રજા પર હતો. આ દરમિયાન તે પોતાના લગ્નના કાર્ડ અને કપડાં સંબંધીઓને વહેંચી રહ્યો હતો. 17 ફેબ્રુઆરીના રોજ તે લગ્નના કાર્ડ વહેંચવા અને નજીકના સંબંધીઓને કપડાં આપવા ગયો હતો. અહીંથી પરત ફરતી વખતે તેની બાઇક કાબૂ બહાર નીકળીને નેશનલ હાઇવે પર પડી હતી. ભોપાલપટ્ટનમમાં પ્રાથમિક સારવાર બાદ તેમને બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીંથી પરિવાર તેને તેલંગાણાના ઈનામાકોંડા લઈ ગયો, જ્યાં 19 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન વિજયનું મોત થયું.

વિજયના ભાઈ વિનોદ મારપલ્લીએ જણાવ્યું કે વિજય ત્રણ ભાઈઓમાં વચ્ચેનો હતો. જે યુવતી સાથે તે છેલ્લા 10 વર્ષથી પ્રેમ કરતો હતો તેની સાથે 24 ફેબ્રુઆરીએ તેના લગ્ન થવાના હતા. લગ્ન પહેલા એક મોટો અકસ્માત થયો. વિજયની ભાવિ પત્ની અને ગર્લફ્રેન્ડ રેશ્મા યાલમ રડતાં રડતાં કહે છે કે વિજય અને તેને સ્કૂલના દિવસોથી જ પ્રેમસંબંધ હતો. વિજયે માર્પલીમાં સારું ઘર બનાવવા અને સારું જીવન આપવાનું વચન આપ્યું હતું. તેણે ઘણા સપના દેખાડ્યા હતા, પરંતુ તેણે વચન તોડ્યું અને કાયમ માટે ચાલ્યો ગયો.ખરેખર આ જવાનની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!