Gujarat

પતંગ. ચગાવતી વખતે વ્યક્તિ પણ આકાશમાં ઉડી ગયો,વીડિયોમાં જુઓ પછી શું થયું…

હાલમાં ઉત્તરાયણ ચાલી રહી છે, ત્યારે આકાશના રંગબેરંગી પતંગો ઉડી રહી છે,ત્યારે એવામાં એક એવી ઘટના બની છે કે, એક વ્યક્તિ પતંગ સાથે આકાશમાં ઉડવા લાગ્યો.આ ઘટના જોઈને તમને પણ આશ્ચય થશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક બની છે. દરેક વ્યક્તિને ઉડવાનો શોખ હોય કે કાશ હું ખુલ્લા આકાશમાં પક્ષી ની જેમ ઉડી શકું! હકીકત જ્યારે આવી બને ત્યારે તેનું પરિણામ ગંભીર હોય છે. હાલમાં જ આવી ઘટના બની છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

તમે આ વીડિયોમાં જોશો કે, એક વ્યક્તિ પતંગ લઈને હવામાં ઉડી રહ્યો છે. વ્યક્તિ પતંગની દોરી પકડીને ખૂબ દૂર સુધી ઉડે છે. લાંબા સમય સુધી હવામાં રહ્યા પછી, મિત્રો તેને કોઈક રીતે નીચે લાવવાનો પ્રયાસ કરે છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો શ્રીલંકાના જાફનાનો છે. ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર તાજેતરમાં શ્રીલંકાના જાફનામાં પતંગ ઉડાડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ જ્યૂટની રસ્સીમાં એક મોટો પતંગ બાંધવાની કોશિશ કરી રહ્યો હતો. પતંગ પહેલા તો ઉડે છે પરંતુ થોડીવારમાં તે વ્યક્તિ પણ પતંગ સાથે ઉડવા લાગે છે. આ નજારો જોઈને પતંગ ઉડાવી રહેલા અન્ય લોકોને તો કઈ સમજમાં જ નથી આવતું. જેવો તે વ્યક્તિ થોડો નીચે  આવે છે કે તે ધમ્મ દઈને નીચે કૂદે છે.વ્યક્તિને આ રીતે હવામાં ઉડતો જોઈને બધા દંગ રહી ગયા. તે માણસ જમીન પરથી ઉપર આવીને હાથ છોડવા તૈયાર નહોતો.

વીડિયોમાં તેના અન્ય સાથીદારો તેને કહેતા સાંભળી શકાય છે કે જો તે દોરડું નહીં છોડે તો તે ઉપરના માળે જશે. જ્યારે ટીમના સભ્યોએ પતંગને પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વ્યક્તિ દોરડું છોડીને જમીન પર પડ્યો હતો.આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ચોંકાવનારો વીડિયો Sri Lanka Tweet  નામના એક યૂઝરે શેર કર્યો છે. આ ઘટનામાં વ્યક્તિનો જીવ પણ જઇ શકતો હતો પરંતુ ઇશ્વરની દયાને લીધે તેનો જીવ પણ બચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!